સેહવાગ-સૌરવના ચોકકા-છગ્ગા ફરી જોવા મળશે : ઇડન ગાર્ડનમાં લેજન્ડ્સ રમશે

13 August 2022 01:34 PM
Sports
  • સેહવાગ-સૌરવના ચોકકા-છગ્ગા ફરી જોવા મળશે : ઇડન ગાર્ડનમાં લેજન્ડ્સ રમશે

16મી સપ્ટેમ્બરે ઇન્ડીયા મહારાજા તથા વર્લ્ડ જાયન્ટ વચ્ચે ખાસ ટી-20 મેચ

નવી દિલ્હી, તા. 13 : ભારતના પીઢ અને આક્રમક ક્રિકેટરો વિરેન્દ્ર સેહવાગ, સૌરવ ગાંગુલીના ચોકકા-છગ્ગા અને હરભજન-ઇરફાન પઠાણ જેવા બોલરોની બોલીંગ ફરી એક વખત જોવા મળશે. લીજેન્ડ લીગ ક્રિકેટના પ્રારંભે ૧૬મી સપ્ટેમ્બરે કોલકતા ઇડન ગાર્ડનમાં એક ખાસ મેચ રાખવામાં આવ્યો છે. તેમાં દિગ્ગજ ક્રિકેટરો ભાગ લેશે.

ઇન્ડીયા મહારાજા તથા વર્લ્ડ જાયન્ટસ વચ્ચેનો આ મેચ ભારતના આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે રમાશે. ઇન્ડીયા મહારાજા ટીમનું સુકાન સૌરવ ગાંગુલીને સોંપવામાં આવ્યું છે. જયારે વર્લ્ડ જાયન્ટસનું નેતૃત્વ વર્લ્ડકપ વિજેતા ઇંગ્લેન્ડ ટીમના કેપ્ટન મોર્ગન કરશે. ૧૭મી સપ્ટેમ્બરથી લીગના અન્ય મેચ રમાશે. આ ટુર્નામેન્ટમાં ચાર ટીમો ભાગ લેશે જે ફ્રેન્ચાઇઝી ફોર્મેટ મુજબ એકબીજા સામે મેચ રમશે.

6 શહેરોમાં 22 દિવસો દરમ્યાન 15 મેચ રમાશે. ફાઇનલ મેચ 8મી ઓકટોબર રમાશે. લીગનો પ્રથમ તબકકો ગત જાન્યુઆરીમાં મસ્કતમાં ત્રણ ટીમ વચ્ચે રમાયો હતો. દસ દેશોના ક્રિકેટરો આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. કુલ 15 મેચ રમાશે તે દિલ્હી, કોલકતા, કટક, લખનૌ, રાજકોટ તથા જોધપુરમાં રમાશે.

16 સપ્ટેમ્બરના રોજ રમાનાર આઝાદી કા અમૃત મહોત્સવ સ્પેશલ મેચની બન્ને ટીમો :

ઇન્ડીયા મહારાજા : સૌરવ ગાંગુલી, વિરેન્દ્ર સેહવાગ, મોહમ્મદ કૈફ, યુસુફ પઠાણ, બદ્રીનાથ, ઇરફાન પઠાણ, પાર્થિવ પટેલ, સ્ટુઅર્ટ બિન્ની, શ્રીસંત, હરભજનસિંહ, નમન ઓઝા, અશોક ડીંડા, પ્રજ્ઞાન ઓઝા,અજય જાડેજા, આપી.સિંહ, જોગીંદર શર્મા

વર્લ્ડ જાયન્ટસ : ઇયોન મોર્ગન, સિમન્સ, ગીબ્સ, કાલીસ, જયસુર્યા, મૈટ પ્રાયર, મૈકુલમ, જોન્ટી રોડસ, મુરલીધરન, સ્ટેન, અસગરઅફગાન, મસાકાદજા, મુર્તજા, બ્રેટ લી, મિચેલ જોનસન, કેવિન ઓબ્રાયન તથા દિનેશ રામદીન.


Related News

Loading...
Advertisement
Advertisement