કચ્છના લાકડીયામાં યા હુસેનના નાદ સાથે તાજીયા નીકળ્યા

13 August 2022 01:37 PM
kutch
  • કચ્છના લાકડીયામાં યા હુસેનના નાદ સાથે તાજીયા નીકળ્યા

(ગનીકુંભાર) ભચાઉ,તા.13 : સમગ્ર કચ્છમાં કરબલાના શહીદોની યાદમાં શાંતિપૂર્ણ રીતે તાજીયા ઝુલુસ નીકળ્યા હતા. મુસ્લિમ સમાજના લોકો દ્વારા વિવિધ સ્થળે યોજિત ઝુલુસમાં પડની અંદર યા હુસેનના નાદ સાથે ધમાલ લેતા જોવા મળ્યા હતા. તાજીયા સન્મુખ હિન્દૂ મુસ્લિમ સમાજના લોકોએ શ્રીફળ અને ગોળ ધરાવી પોતાની આસ્થા પ્રગટ કરી હતી. અને કચ્છની કોમી એકતાના દર્શન થયા હતા. ખાસ કરીને ભચાઉ તાલુકાના લાકડીયા ગામની વાત કરવામાં આવે તો અહીં તાજીયા નિમિતે મુંબઇ વસતા જૈન ધર્મના વિસા ઓસવાડ સમાજના લોકો ખાસ આવી પહોંચ્યા હતા.અને તાજીયાની પૂર્વ રાત્રીએ નીકળેલા ઝુલ્સમાં સફેદ કપડાં પહેરી ઉભી ચોકીમાં સામેલ થયા હતા. આ ગામની અનોખી એકતા સમગ્ર વાગડ પંથકમાં જાણીતી છે.

100થી વસ્તુ જૈન ધર્મના વિશા ઓસવાડ સમાજના ભાઈઓ હાજર રહ્યા હતા.આ વિશે ગામના મુસ્લિમ સમાજના લોકોએ વિગતો આપતા જણાવ્યું હતું કે વર્ષોથી યોજાતી ઉભી ચોકીની રસમમાં જૈન સમાજના લોકો સામેલ થતા આવ્યા છે. હાલ 100 જેટલા ઘરોમાં ઓસવાડ સમાજના વડીલો રહે છે. જ્યારે પરિવારના અન્ય 100 જેટલા સભ્યો આ વખતે ઉપસ્થિત રહ્યા છે. આજે બપોરે કોમી એકતાના પ્રતીક લાકડીયા પીરની દરગાહથી તાજીયાનું ઝુલુસ નીકળી મુખ્ય બજારમાં આવેલા રામ મંદિર થઈ મોટા પીરે પહોંચી શાંત (ઠંડા) થયા હતા

લાકડીયા ગામ ના સરપંચ સુલેમાન આમદ ઘઘડા લાકડીયા જમાતના ઉપ મુલતવી હાજી ઉસ્માન મલક હુશેની કમિટીના પ્રમુખ ગુલમામદ સુમાર લંઘા, ઉપ પ્રમુખ હાજી અનવર લાલમામદ રાઉમાં અને કમિટી સભ્યોએ આયોજન વ્યવસ્થા સંભાળી હતી. ઓસવાડ સમાજના કાંતિ ભારમલ, જેઠા પાલણ, હાજી રમઝુ કુંભાર, બળુભા વિરમજી સોલંકી મુસ્લિમ જમાતના ઉપ મુલતવી હાજી ઉસ્માન મલક, લાભશંકર ગામોટ વગેરે સહયોગી બન્યા હતા. બપોરના સમયે માતમ ચોકમા પુર્વ રાજ્ય નાણાં મંત્રી બાબુલાલ મેઘજી શાહ એ હાજરી આપેલ તેમનું સન્માન રમજુ ભારમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નુ સંચાલન ફારૂકભાઈ ખત્રીએ સંભાળ્યું હતું. લાકડીયાના સરપંચ સુલેમાન આમદ ઘઘડા એ આભાર વ્યક્ત કર્યો હતો.


Loading...
Advertisement
Advertisement