મોરબી, હળવદ અને માળીયામાં જુગારની પાંચ રેડ: 34 જુગારી 2.79 લાખના મુદ્દામાલ સાથે પકડાયા

13 August 2022 01:41 PM
Morbi
  • મોરબી, હળવદ અને માળીયામાં જુગારની પાંચ રેડ: 34 જુગારી 2.79 લાખના મુદ્દામાલ સાથે પકડાયા

(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી તા 13
મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં જુગાર ધામ ઉપર પોલીસ દ્વારા રેડ કરવામાં આવી રહી છે દરમિયાન આજના દિવસે મોરબી, હળવદ અને માળીયા શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જુગારની જુદી જુદી પાંચ રેડ કરવામાં આવી છે જેમાં 34 જુગારીઓને 279700 ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવેલ છે અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં તેઓની સામે જુગાર ધારા હેઠળ ગુના નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હળવદ તાલુકાના સુંદરગઢ ગામે સ્મશાન પાસે જાહેરમાં જુગાર રમતાઓની બાતમી મળી હતી

જેથી કરીને ત્યાં જુગારની રેડ કરવામાં આવતા દેવજીભાઈ જીવણભાઈ પાટડીયા, કુકાભાઈ ગોરધનભાઈ ચરમારી, રવિભાઈ ચતુરભાઈ ખાંભડીયા, રાજેશભાઈ રામજીભાઈ ખાંભડીયા, હકાભાઇ કૈણાભાઇ લીલાપરા, સુખદેવભાઈ બચુભાઈ ચરમારી અને અમૃતભાઈ બાબુભાઈ જીજવાડીયા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 18650 ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. માળીયા મીયાણા તાલુકાના રોહીશાળા ગામે રહેતા પ્રભુભાઈ જેરામભાઈ કાલરીયાના ઘરે જુગાર રમતાઓની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ઘરધણી પ્રભુભાઈ કાલરીયા ઉપરાંત મગનભાઈ ભુદરભાઈ લોરીયા, શાંતિભાઈ ઉર્ફે બાબુભાઈ ઓડીયા, પ્રવીણભાઈ પ્રભુભાઈ કાલરીયા, રતિભાઈ જગદીશભાઈ કાલરીયા અને મણીલાલ જાદવજીભાઈ કાલરીયા જુગાર રમતા મળી આવ્યા હોય

પોલીસે તેઓની પાસેથી રોકડા રૂપિયા 92500 તેમજ છ મોબાઈલ ફોન આમ કુલ મળીને 1,01,500 રૂપિયાનો મુદ્દા માલ કબજે કરેલ છે. મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ ખાદી ભવન પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે જુગાર રમતા મનોજભાઈ વિજયભાઈ હળવદિયા, રાજેશભાઈ વિજયભાઈ હળવદિયા, અર્જુનભાઈ મગનભાઈ હળવદિયા, પ્રવીણભાઈ તુલસીભાઈ હળવદિયા, અનિલભાઈ અમરશીભાઈ હળવદિયા, વિશાલભાઈ તુલસીભાઈ હળવદિયા અને રાહુલભાઈ વિજયભાઈ હળવદિયા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી 11100 ની રોકડ કબજે કરી હતી અને જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળી કાર્યવાહી હાથ ધરી હતી

મોરબી શહેરના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગર વિસ્તાર તરફ જવાના રસ્તે સરદારજીના બંગલા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેથી પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી મયુરભાઈ અનિલભાઈ રાઠોડ, ગૌતમભાઈ અમૃતભાઈ સોલંકી, અશ્વિનભાઈ મનુભાઈ વાઘેલા, મહેશભાઈ મનુભાઈ વાઘેલા અને વિજયભાઈ દિલીપભાઈ પરમાર જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેઓની પાસેથી 10050 રૂપિયાની રોકડ કબજે કરી જુગાર હેઠળ ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી મોરબી સીટી એ ડવિઝન પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે તેઓએ મોરબીના વજેપર વિસ્તારમાં આવેલ શેરી નંબર 21 માં રહેતા રાજેશ મલાભાઈ સોનગ્રા જાતે સતવારા (41) નામના ઇસમના ઘરે દરોડો પાડયો હતો.

જ્યાં ઘરધણી રાજેશ બહારથી માણસોને બોલાવીને જુગારધામ ચલાવતો હોવાની બાતમી પોલીસને મળી હતી. પોલીસે સ્થળ ઉપરથી ઘરધણી રાજેશ મલા સોનગ્રા ઉપરાંત કેતન રમેશ ચાવડા સતવારા (25) વજેપર, અનિલ મલા હડિયલ સતવારા (37) માધાપરા, અનિલ રતિલાલ પરમાર સતવારા (47) વજેપર, વિશાલ લાલજી સોનગ્રા સતવારા (25) વજેપર, કરણ હસમુખ સોનગ્રા સતવારા (28) રહે.શનાળા, પાર્થ ગોકળ નકુમ સતવારા (28) રહે.અમરનાથ સોસાયટી નવા બસ સ્ટેશન પાસે, પ્રેમજી ભગવાન પરમાર સતવારા (40) વજેપર અને મનસુખ ધના પરમાર સથવારા (52) રહે.વજેપરની રોકડા રૂપિયા 1,38,400 જેવી અધધઝ રોકડ રકમ સાથે ધરપકડ કરી તમામ સામે જુગારધારા કલમ 4 અને 5 મુજબ ગુનો દાખલ કર્યો હતો.


Loading...
Advertisement
Advertisement