ટંકારાના હરબટીયાળી ગામેથી યુવતી ગુમ

13 August 2022 01:42 PM
Morbi
  • ટંકારાના હરબટીયાળી ગામેથી યુવતી ગુમ

સખી મંડળની બેઠકમાં જવા નીકળ્યા બાદ લાપતા

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા 13
ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે રહેતા પરિવારની દીકરી સખી મંડળની મિટિંગમાં જાઉં છું તેવું કહીને ઘરેથી નીકળ્યા બાદ ગુમ થઈ ગયેલ છે જેથી કરીને હાલમાં ગુમ થયેલ યુવતીના ભાઈએ તેની બહેન ગુમ થઈ હોવા અંગેની ગુમસુધા ફરિયાદ ટંકારા પોલીસ સ્ટેશને નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે રહેતા પ્રવીણભાઈ મંગાભાઈ સોલંકી (ઉમર 40) એ હાલમાં તેની બહેન ભાગ્યશ્રી મંગાભાઈ સોલંકી (31) તા 9/8 ના રોજ સાડા ચારેક વાગ્યે પોતાના ઘરેથી સખી મંડળની મિટિંગમાં જાઉં છું તેવું કહીને નીકળી હતી અને ત્યારબાદ તે ઘરે પરત આવેલ નથી જેથી કરીને પરિવારજનો દ્વારા તેને શોધવા માટે થઈને કવાયત કરવામાં આવી રહી હતી પરંતુ કોઈ જગ્યાએથી ભાગ્યશ્રીબેનનો પતો નહીં લાગતા હાલમાં ભાગ્યશ્રીબેનના ભાઈ પ્રવીણભાઈએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેની બહેન ગુમ થઈ હોવા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુમસુધા નોંધ કરીને યુવતીને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે


Loading...
Advertisement
Advertisement