હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા તમામ નાગરિકોને અપીલ કરતા ઓરેવા ગ્રુપના જયસુખભાઇ પટેલ

13 August 2022 01:50 PM
Morbi
  • હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા તમામ નાગરિકોને અપીલ કરતા ઓરેવા ગ્રુપના જયસુખભાઇ પટેલ

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી, તા. 13
રાષ્ટ્રવ્યાપી હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા તમામ નાગરિકોને અપીલ કરતાં ઑરેવા ગૃપના ઓનરશ્રી જયસુખભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભારત દેશ આઝાદ થયા ને 75 વર્ષ પૂર્ણ થતા સમગ્ર રાષ્ટ્રમાં આઝાદીન કા અમૃત મહોત્સવની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી રહી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે હર ઘર પર તિરંગા લહેરાવવા અપીલ કરી છે તેણે હવે હર ઘર તિરંગા મહાઅભિયાનનું રૂપ ધારણ કર્યું છે. લોકો સ્વયં રીતે આ અભિયાનમાં જોડાઈ રહ્યા છે. ત્યારે 13 થી 15 ઓગસ્ટ દરમિયાન મોરબીની જાહેર જનતાને હું નમ્ર અપીલ કરું છું કે, દરેક ઘર તથા તમામ જગ્યાઓએ સાથે મળીને તિરંગો લહેરાવીએ અને ચાલો આઝાદી કા અમૃત મહોત્સવને સાર્થક બનાવીએ.

સંત પ્રેમસ્વામીજી
મોરબી સ્વામિનારાયણ મંદિરના સંત પ્રેમસ્વામીજીએ હર ઘર તિરંગા કાર્યક્રમ અન્વયે મોરબીની જનતાને ઘર ઘર પર તિરંગો લહેરાવવાની અપીલ કરતા જણાવ્યું હતું કે, આપણે આ વર્ષને સમગ્ર રાષ્ટ્રમાં આઝાદી કા અમૃત મહોત્સવ તરીકે ઉજવી રહ્યા છીએ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રવ્યાપી હર ઘર તિરંગા અભિયાન શરૂ કર્યુ છે. તો આપણે સૌએ પણ તિરંગો લહેરાવવો જોઈએ તેવી અપીલ કરેલ છે.


Loading...
Advertisement
Advertisement