કચ્છનો પાવર પ્લાન્ટ પડતો મૂકાયાની માત્ર અફવા:ચાર વર્ષ બાદ 100 ટકા કામ કરતો થઈ જશે: દેવજીભાઈ ઝાટકીયા

13 August 2022 01:51 PM
Surendaranagar
  • કચ્છનો પાવર પ્લાન્ટ પડતો મૂકાયાની માત્ર અફવા:ચાર વર્ષ બાદ 100 ટકા કામ કરતો થઈ જશે: દેવજીભાઈ ઝાટકીયા

માણાવદર,તા.13 : કચ્છના ખાવડા વિસ્તારમાં 15 ડિસેમ્બર 2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 30 હજાર મેગાવોટ સોલાર અને વિન્ડ પાવરના રૂ।.1.50 હજાર કરોડના ખર્ચે ઉભા થનાર આ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરેલું. તે પ્રોજેકટ પડતો મુકાયો હોવાનો એક અહેવાલ 7 જુલાઈએ ગુજરાતના એક અખબારે પ્રગટ કર્યા પછી બીજા જ દિવસે 8જુલાઈએ 2022ના અખબાર "આજકાલ”માં આ પ્રોજેકટ ફુલટાઈમ ફોર્મમાં ચાલુ હોવાનો અને ડિસેમ્બર -24 સુધીમાં 50 ટકા એ અને 2026 સુધીમાં 100 ટકાએ કાર્યરત થઈ જશે

એમ જણાવતા આ અંગે સાચી સ્થિતિની ખરાઈ કરવા માણાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દેવજીભાઈ ઝાટકિયાએ આ પ્રોજેકટ સંબંધિત માહિતી માંગતા અને માહિતી અધિકારી તથા સચિવને આ અંગે પૂછતાં તેમણે આ બાબત ઉર્ઝા અને પેટ્રોકેમિકલ્સને લગતી હોઈ આ અરજીએ વિભાગને મોકલવાનું જણાવતા શ્રીદેવજીભાઈએ તા.2-8-2022ના પત્રથી વિગતવાર માહિતી માગતા એ અધિકારીઓએ જણાવેલું કે આજકોલમાં (પત્ર-અખબાર) જણાવેલી બાબત મુજબનો પાવર પ્લાન્ટ પડતો મુકાયો નથી આ વાત એક અફવા જ છે. 2026 સુધીમાં આ પ્રોજેકટ 100 ટકાએ કામ કરતો થઈ જશે.


Loading...
Advertisement
Advertisement