કચ્છના આડેસરમાં ઇલે. સામાનની ચોરી કરતા ઇસમો ઝડપાયા: કાર્યવાહી

13 August 2022 01:52 PM
kutch
  • કચ્છના આડેસરમાં ઇલે. સામાનની ચોરી કરતા ઇસમો ઝડપાયા: કાર્યવાહી

(ગનીકુંભાર) ભચાઉ, તા.13
પોલીસ મહા. નિરીક્ષક જે.આર મોથલીયા બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક, પૂર્વ કચ્છ ગાંધીગ્રામને પૂર્વ કચ્છ જિલ્લામાં બનતા ચોરી તથા લુંટના વણ શોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા તેમજ આવા ગુન્હાઓ બનતા અટકાવવા અને ચોરીઓની પ્રવૃતિ કરતા ઇસમોને પકડી પાડવા સુચના આપેલ. જે અનુસંધાને પો.અધિ. કેજી ઝાલા, ભચાઉ વિભાગ ભચાઉ તથા સીપીઆઇ ડીએમ ઝાલા, રાપર સર્કલ રાપરના માર્ગદર્શન મુજબ આડેસર પોલીસ સ્ટે.ના પોલીસ સબ ઇન્સ. બી.જી. રાવલ તથા પોલીસ સ્ટાફના માણસો આડેસર પોલીસ સ્ટેશન વિસ્તારના ચોરીના ગુન્હા શોધી કાઢવા અને ગુન્હા બનતા અટકાવવા માટે સતત પ્રયત્નશીલ હતા. તે દરમિયાન હ્યુમન ઇન્ટેલીજન્સ તેમજ ટેકનીકલ સર્વેલન્સની મદદથી તેમજ પો.સ.ઇ. બી.જી.રાવલને મળેલ ચોકકસ બાતમી હકીકત આધારે આડેસર ગામના મેઇન બજારમાં રાત્રી દરમિયાન ગોડાઉનનું તાળું તોડી ઇલે. સામાનની ચોરી કરનાર ઇસમ ઇકબાલ સિદ્દિક હિંગોળજા રહે. ઓડેસર તથા અન્ય ત્રણ ઇસમોને ચોરીમાં ગયેલ મુદામાલ સાથે પકડી પુછપરછ કરતા તેઓએ ચોરી કરેલ હોવાની કબુલાત આપતા ચારેય ઇસમોને પોલીસ સ્ટેશન ખાતે લાવી તેમના વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.


Loading...
Advertisement
Advertisement