ગીર સોમનાથમાં ‘હર ઘર તિરંગા અભિયાન’ અંતર્ગત

13 August 2022 02:00 PM
Veraval
  • ગીર સોમનાથમાં ‘હર ઘર તિરંગા અભિયાન’ અંતર્ગત

ઘર, ઓફિસ તમામ જગ્યાએ તિરંગો લહેરાવવા અપીલ કરતા જિલ્લા કલેકટર

વેરાવળ, તા.13
આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર રાષ્ટ્રમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણીનું હર્ષોલ્લાસ સાથે વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સાથે ગીર સોમનાથ જિલ્લામાં પણ હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે.

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલ દ્વારા જાહેર જનતાને અપીલ કરતાં જણાવેલ કે, આપણો દેશ આઝાદ થયાને 75 વર્ષ પૂર્ણ થતાં સમગ્ર રાષ્ટ્રમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.

ઘર, દુકાન, ઓફિસ, સરકારી ઓફીસો, વ્યવસાયના સ્થળે તમામ જગ્યાએ 13 થી 15 ઓગસ્ટ દરમ્યાન તિરંગો લહેરાવીએ. વધુમાં તેમણે ઉમેર્યુ હતું કે, તિરંગો આપણા રાષ્ટ્રની શાન છે. આપણી ભાવી પેઢી સ્વાતંત્ર્યતા ચળવળ અંગે જાગૃત થાય, તિરંગાના ઈતિહાસને જાણે, તિરંગાને સન્માન આપે અને તિરંગાની શાનમા વધારો કરવાના ભાગરૂપે ‘હર ઘર તિરંગા’ અભિયાન અન્વયે સન્માનભેર તિરંગો લહેરાવે તેવો અનુરોધ પણ કરાયો હતો.


Loading...
Advertisement
Advertisement