વધુમાં વધુ મહિલાઓ અને અઢાર પ્લસ યુવાનો મતદાર યાદીમાં નોંધણી કરાવો

13 August 2022 02:17 PM
Veraval
  • વધુમાં વધુ મહિલાઓ અને અઢાર પ્લસ યુવાનો મતદાર યાદીમાં નોંધણી કરાવો

ગીરસોમનાથ જિલ્લા કલેકટર ગોહીલે કરેલો અનુરોધ

વેરાવળ તા.13
ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રાજદેવસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ યોજાયેલ હતી. વધુમાં વધુ મહિલાઓ તથા 18+ ના યુવા મતદારયાદીમાં નોંધણી કરાવે તેવો જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા અનુરોધ કરેલ છે.

નાયબ સચિવ ગાંધીનગરના તા.19/07/2022 ના પત્રથી તા:01/10/2022 ની લાયકાતની તારીખનાં સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણાના કાર્યક્રમ અન્વયે તા:21/08/2022 (રવિવાર), તા:28/08/2022 (રવિવાર) અને તા:04/09/2022 (રવિવાર) તથા તા:11/09/2022 (રવિવાર) ના દિવસોને ખાસ ઝુંબેશના દિવસો તરીકે યોજવા નક્કી કરવામાં આવેલ છે.

ગીર સોમનાથ જિલ્લામાં આ દિવસોએ તમામ નિયોજીત સ્થળોએ ઈઆરઓ કચેરી, એઈઆરઓ કચેરી, તમામ મતદાન મથકોએ સવારે 10:00 થી સાંજે 05:00 કલાકના સમયગાળા દરમ્યાન પદનામીત અધિકારીઓ ઉપસ્થિત રહીને હક્ક-દાવા અને વાંધા અરજીઓ સ્વીકારશે. ચૂંટણી પંચ દ્વારા મતદારો ઓનલાઇન સુવિધાનો લાભ મેળવી શકે તે હેતુથી ગટજઙ અને વોટર હેલ્પ લાઇન એપ્લીકેશનનો ઉપયોગ કરી વધુમાં વધુ મતદારો ભાગ લે તે માટે તેમજ વધુમાં વધુ મહિલાઓ તથા 18+ ના મતદારો મતદારયાદીમાં નોંધણી કરાવે તેવો જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે. મતદારો વધુ વિગત માટે જિલ્લામાં કાર્યરત જિલ્લા કોન્ટેક્ટ સેન્ટર ટોલ ફ્રી નં- 1950ની સુવિધાનો ઉપયોગ કરી શકશે.


Loading...
Advertisement
Advertisement