જૂનાગઢમાં પ્રેમાનંદ સ્કૂલમાં રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી

13 August 2022 02:23 PM
Junagadh
  • જૂનાગઢમાં પ્રેમાનંદ સ્કૂલમાં રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી
  • જૂનાગઢમાં પ્રેમાનંદ સ્કૂલમાં રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી

વૃદ્ધાશ્રમનાં વૃદ્ધો અને સેનાનાં જવાનોને બહેનોએ રાખડી બાંધી

જૂનાગઢ,તા.13
શ્રી મુક્તાનંદજી બાપુ તથા ગિજુભાઈ ભરાડ સ્થાપિત શ્રી પ્રેમાનંદ વિદ્યા ધામ દ્વારા ઉજવાયું અનોખું રક્ષાબંધન. આ વિશિષ્ટ તહેવારનું એક ખાસ મહત્વ છે. તે ધર્મ - જ્ઞાતિ - જાતિ થી પર છે. હિન્દુ ધર્મમાં સૂચવ્યા મુજબ ઇન્દ્ર-ઇન્દ્રાણી, શ્રી કૃષ્ણ-દ્રૌપદી, મહારાજા બલી-લક્ષ્મીજી વગેરેની અનેક વાર્તાઓ ખૂબ પ્રચલિત છે. મૂળભૂત રીતે એક બહેન રક્ષા માટે પોતાના ભાઈના કાંડા પર દોરાથી બનેલ રક્ષા કવચ (રાખડી) બાંધે છે અને તેની રક્ષા માટે પ્રાર્થના કરે છે.રાષ્ટ્રની રક્ષા કાજે પોતાનું જીવન સમર્પિત કરનાર સૈનિકોને રાખડી બાંધી પ્રેમાનંદ સ્કૂલની દીકરીઓએ રાષ્ટ્રભાવના પ્રગટ કરી હતી.

જૂનાગઢ GUJ-BN-NCC ખાતે કમાન્ડિંગ ઓફિસર કર્નલ રાજેશ સિંઘ તથા ઇન્ડિયન આર્મી ના અન્ય ભાઈઓને રાખડી બાંધી. કર્નલ સરે બહેનોને મોટીવેશનલ માહિતી પણ આપી હતી. પ્રેમાનંદ સ્કૂલની દીકરીઓની એક ટીમ જુનાગઢ મહાનગરપાલિકા સંચાલિત વૃદ્ધાશ્રમમાં જઈ ત્યાં રહેતા નિરાધાર વૃદ્ધ વડીલોને રાખડી બાંધી તેમની રક્ષા માટે પ્રાર્થના કરી. આ તકે બંને પક્ષે આંખોની ભીનાશ અવર્ણનીય હતી.આ ઉપરાંત ચિલ્ડ્રન હોમ ખાતે રહી અભ્યાસ કરતા સમાજથી વંચિત બાળકોને પણ રાખડી બાંધી સ્કૂલની વિદ્યાર્થીની બહેનોએ તેમના સારા ભવિષ્ય માટે પ્રાર્થના કરી.

છેલ્લા ઘણા વર્ષોથી પ્રેમાનંદ સ્કૂલના વિદ્યાર્થી ભાઈ બહેનો વૃક્ષને કે છોડને રાખડી બાંધી તેને ઉછેરવાની પ્રતિજ્ઞા લે છે. તથા પોતાના રહેણાંકની આસપાસ વૃક્ષો પણ વાવે છે. શ્રી પ્રેમાનંદ વિદ્યાધામના ડાયરેક્ટર ડો. માતંગભાઈ પુરોહિત આ પ્રકારના વિવિધ પ્રોજેક્ટો દ્વારા વિદ્યાર્થીઓમાં ઉત્તમ શિક્ષણની સાથે સાથે ઉત્તમ સંસ્કારોનું સિંચન કરી ભવિષ્યનો શ્રેષ્ઠ માનવ બનાવવા માટેનું બીજારોપણ તેના મન મસ્તિષ્કમાં કરે છે.


Loading...
Advertisement
Advertisement