સોરઠમાં જુગારીઓ પર ત્રાટકતી પોલીસ

13 August 2022 02:24 PM
Junagadh
  • સોરઠમાં જુગારીઓ પર ત્રાટકતી પોલીસ

22 જુગારીઓને રૂ.66.750ની મતા સાથે ઝડપી લેવાયા

જૂનાગઢ,તા.13
હાલ શ્રાવપ માસમાં જૂનાગઢ જિલ્લામાં ઠેરઠેર જુગારના અડ્ડા ચાલી રહયા છે. તેમાં પોલીસત્રાટકી માળીયા ચોરવાડ, ભાથશોર, ગેલાણા અને જૂનાગઢ સહિત 22 પતાપ્રેમીઓને રૂ.66.750ની મળી મોબાઇલ 9 સાથે દબોચી લીધા હતા જયારે 4 ભાગી છુટયા હતા.

જૂનાગઢ ખલીલપુર રોડ ખાતે જુગઠું ખેલતા હરેશ ઉર્ફે લાલો કિશોર મકવાણા રવી ધીરજ વઘાસીયા, હેમલ ઉર્ફે હીરેન પ્રવિણ સિદ્ધપુરાને રૂ.5.480 સાથે પકડી લીધા હતા. તથા કેશોદના ગેલાણા ગામે પીયુષ ઉર્ફે પીયો વાલા બાબરીયા, વિશાલ રમેશ ગોહેલ, મુકેશ હમીર બાબરીયાને દીનેશ ટપુ અને રજત રમેશ ગોહેલને 5840ની રોકડ સાથે પકડી લીધા હતા.

શીલના ભાથરોટા ગામે અરભાસ હરદાસ, દેવા લખમણ ડાક, ભરત લખમણ બારૈયા, અશોક મેરુને રોકડ રૂ.1.470 સાથે પકડી લીધા હતા. જયારે ધવલ પાંચા, અલ્પેશ મુળ રાજેશ ભોજા, નયન મુળુ, હીતેશ વેજા, મુકેશ જાદવ અને ઉમેશ રાણા બાલસ ભાગી છુટયા હતા. ચોરવાડ ખાતેથી જીતુ મૈયારામ અને લલીત ઉર્ફે કમો કાના વાઢેર રૂ.3060 ની રોકડ સાથે દબોચી લીધા હતા. માળીયા ખાતેથી ભરત ધીરુ સીસોદીયા, ભુરા લાખા, દીલીપ લખુ, જીલુ રાણા, સખમણ ઉકા, વિરેન્દ્ર મગન, માનસીંગ રાણા, અજીત કાળુને રોકડ રૂ.12470 મોબાઇલ 5, 16000 કુલ. 28470 સાથે દબોચી લીધા હતા અને માળીયામાંથી વધુ જુગારીઓને પોલીસે દબોચી 11430 રોકડા, મોબાઇલ,4 રૂ.11000 સાથે રૂ.22430ના મુદામાલ સાથે પકડી લીધા હતા.


Loading...
Advertisement
Advertisement