કેશોદના અજાબ રોડ પર બાઈક ઉપર વૃક્ષ પડતા બનેવીનું મોત : સાળાનો આબાદ બચાવ

13 August 2022 02:25 PM
Junagadh
  • કેશોદના અજાબ રોડ પર બાઈક ઉપર વૃક્ષ પડતા બનેવીનું મોત : સાળાનો આબાદ બચાવ

જુનાગઢ,તા.13
કેશોદના અજાબ રોડ પર સાળા-બનેવી કેશોદ આવી રહ્યા હતા ત્યારે ચાલુ બાઈક પર વૃક્ષ પડતા બનેવીનું ઘટનાસ્થળે જ મોત નોંધાયું હતું. ગામના લોકો અને સરપંચ મગનભાઈ અઘેરા (અજાબ)એ વૃક્ષ હટાવી તાત્કાલીક કેશોદ દવાખાને લઇ જતાં જ્યાં ફરજ પરના ધાર વિસ્તારમાં રહેતા તેના બનેવી હમીરભાઈ લાલાભાઈ બાબરીયા હાલ રહે.કોર્ટની પાછળ કેશોદવાળા બન્ને અજાબ ગામે ભીંડાની હરરાજી કરી બાઈકમાં કેશોદ તરફ આવી રહ્યા હતા ત્યારે કરેણી ગામ વચ્ચે વૃક્ષ બાઈક પર ખાબકતા પાછળ બેઠેલા હમીરભાઈ લાલભાઈ બાબરીયા નીચે પડી જતાં માથામાં ગંભીર ઇજા થતા કેશોદ હોસ્પિટલમાં લઇ જવાના જ્યાં ડોક્ટરો મૃત જાહેર કર્યા હતા. જ્યારે તેમના સાળા કાનાભાઈનો આબાદ બચાવ થવા પામ્યો હતો.


Loading...
Advertisement
Advertisement