જામનગર શહેરમાં એક વિદ્યાર્થી સહિત 7ને કોરોના: ગ્રામ્યમા બે કેસ

13 August 2022 02:36 PM
Jamnagar Health
  • જામનગર શહેરમાં એક વિદ્યાર્થી સહિત 7ને કોરોના: ગ્રામ્યમા બે  કેસ

જામનગર તા.13:
જામનગર શહેરમાં એક વિદ્યાર્થી સહિત 7 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે ગ્રામ્ય વિસ્તાર માં બે પોઝિટિવ કેસ નોંધાયા છે. હાલ ની સ્થિતિ એ ફૂલ 7 દર્દીઓ હોસ્પિટલ માં સારવાર હેઠળ છે.જ્યારે જિલ્લા માં કુલ 69 દર્દી ઓ હોમ આઇસોલેશન માં છે.

જામનગર શહેરમાં 268 લોકો ના કોરોના લક્ષી પરીક્ષણ કરવા માં આવ્યા હતાં.જેમાં થી 7 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં એક વિદ્યાર્થી નો સમાવેશ થાય છે. ગઈકાલે 12 દર્દીઓને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા હતા. હાલની સ્થિતિએ 58 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે .તેમજ છ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે

જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 70 લોકો ના કોરોના લક્ષી પરીક્ષણ કરવા માં આવ્યા હતા.જેમાંથી બે કેસ પોઝિટિવ નોંધાયા હતા. જેમા મોટીખાવડીમાં રહેતા 20 વર્ષ ના યુવાન અને લાલપુર ના 42 વર્ષના મહિલા નો સમાવેશ થાય છે. બે દર્દીઓ ને કોરોના મુક્ત જાહેર કરાયા હતા.11 દર્દીઓ હોમ આઇસોલેશન માં અને એક દર્દી દાખલ છે.


Related News

Loading...
Advertisement
Advertisement