ચેરીટેબલ ટ્રસ્ટ તથા ઇન્સ્ટીટયુટ માટેના હિસાબોના નિયમો આકરા બનાવાયા

13 August 2022 02:40 PM
India
  • ચેરીટેબલ ટ્રસ્ટ તથા ઇન્સ્ટીટયુટ માટેના હિસાબોના નિયમો આકરા બનાવાયા

તમામ પેમેન્ટના બીલ ઉપરાંત સંસ્થાને મળતા દાન વગેરેમાં આધાર-પાન સહિતની માહિતી ફરજીયાત : છેલ્લા 10 વર્ષના હિસાબો રાખવા પડશે

નવી દિલ્હી,તા. 13
દેશમાં ચેરીટેબલ ટ્રસ્ટો અને આ પ્રકારની સંસ્થાઓ દ્વારા રાખવામાં આવતા હિસાબોના નિયમોમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ દ્વારા તમામ ચેરીટેબલ ટ્રસ્ટો, યુનિવર્સિટીઓ તથા તમામ સંસ્થાઓ કે જે તેમને મળતા ભંડોળમાં આવકવેરા મુક્તિ મેળવે છે તેઓને હિસાબો વ્યવસ્થિત રાખવા.

પેમેન્ટના ઓરીજનલ બીલ પણ મેળવવા ઉપરાંત જે લોકો આ પ્રકારની સંસ્થાઓને દાન આપતા હોય તેના પાન ઉપરાંત આધાર કાર્ડના ડેટા અને સરનામા મેળવવા તથા ટ્રસ્ટ દ્વારા જે લોન મેળવાઈ હોય અથવા તો રોકાણ કરાયું હોય તેમાં પણ ટ્રસ્ટીઓને ડોનરના પાન-આધાર સહિતની માહિતી રાખવા આદેશ આપવામાં આવ્યો છે.

આ ઉપરાંત તમામ ચેરીટેબલ ટ્રસ્ટોને છેલ્લા 10 વર્ષના રેકોર્ડ પર રાખવા પણ સૂચના આપવામાં આવી છે જેના કારણે આવકવેરા વિભાગ તેના હિસાબોની યોગ્ય રીતે ચકાસણી કરી શકશે.

ઉપરાંત તેમને વિદેશોથી મળતા ભંડોળ અંગે પણ તેઓએ સ્પષ્ટ માહિતી રાખવી જરુરી બનશે. આ ઉપરાંત ટ્રસ્ટ અને ઇન્સ્ટીયુશન દ્વારા તેઓ જે પ્રોજેક્ટ હાથમાં લે તેમાં સ્વૈચ્છિક દાતાઓ તથા દરેક ફંડ ટ્રાન્સફરની માહિતી પણ સ્પષ્ટ રાખવાની રહેશે.


Related News

Loading...
Advertisement
Advertisement