તલાટીક્રમ મંત્રીઓની હડતાલને જોડીયા તાલુકાના સરપંચોનું સમર્થન

13 August 2022 03:04 PM
Jamnagar
  • તલાટીક્રમ મંત્રીઓની હડતાલને જોડીયા તાલુકાના સરપંચોનું સમર્થન
  • તલાટીક્રમ મંત્રીઓની હડતાલને જોડીયા તાલુકાના સરપંચોનું સમર્થન

જોડીયા,તા.13
જોડિયા તાલુકા સરપચ સંગઠન દ્વારા જોડિયા તાલુકા પંચાયત ના પ્રમુખ અને ઉપ.પ્રમુખ અને જોડિયા તાલુકા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું..અને આ કાર્યક્રમ માં જામનગર જિલ્લા પચાયત ના પૂર્વ ઉપ.પ્રમુખ ખાસ હાજર રહ્યા હતા.

કચેરી ખાતે તાલુકાના વિવિધ ગામોના સરપંચશ્રીઓ એકત્ર થઈ તલાટી કમ મંત્રીશ્રીઓની હડતાલથી ગ્રામીણ પ્રજાકીય કામો પર પડતી વિપરીત અસર અંગે પંચાયતના સતાધીશો અને જાલ્લા,તાલુકા ભાજપના પ્રમુખ અને સંગઠનના પ્રમુખશ્રીઓને સરકાર સમક્ષ રજૂઆત કરીને આ બાબતે આવેદનપત્ર પાઠવ્યા હતા.આવેદનમાં જણાવેલ કે ગ્રામપંચાયતનો આધારસ્તંભ સમાન એકમાત્ર કર્મચારી એવા તલાટી કમ મંત્રીશ્રીઓ ગત તા.2.8.2022 થી અચોક્કસ મુદતની હડતાલ ઉપર છે.

ગત માસના નાણાંકીય બિલો ચૂકવાયેલા નથી. પાણીવાળા,પટ્ટાવાળા,સ્ટ્રીટલાઈટ ઓપરેટર વગેરે કર્મચારીઓ પગારથી વંચિત છે.નાણાંકીય વસુલાતો નહિ થતા પંચાયતના સ્વભંડોળ પર વિષમ અસર ઉભી થયેલ છે.આમ જનતાની સેવામાં ગ્રામ્ય પંચાયતો દ્વારા આપવાની થતી સવલતો અટકી પડવાની, બંધ થવાની પરિસ્થિતિ છે.ગ્રામ પંચાયતના વહીવટ ખોરવાયેલ છે. તો તાત્કાલીક નિરાકરણ કરવું જોઈએ તેવું જણાવેલ છે. આ તકે જોડિયા તાલુકાના 30 ગામોના સરપંચશ્રીઓ હાજર રહ્યા હતી.


Loading...
Advertisement
Advertisement