તલાટીના હડતાલના સમર્થનમાં ‘આપ’એ આવેદન પાઠવી માંગ કરી

13 August 2022 03:05 PM
Jamnagar
  • તલાટીના હડતાલના સમર્થનમાં ‘આપ’એ આવેદન પાઠવી માંગ કરી

જામજોધપુર આમ આદમી પાર્ટી દ્વારા જામનગર જિલ્લા ઉપપ્રમુખ પ્રતિપાલસિંહ જાડેજાની આગેવાનીમાં તલાટી અને મંત્રીઓની હડતાલ અને તે હડતાલથી નાના ગામડાઓના માણસો પર તેના સરકારી કામકાજને લઇને પડતી મુશકેલીઓને ધ્યાનમાં રાખી વહેલી તકે તલાટીના પ્રશ્ર્નોના નીરાકરણ લાવવામાં આવે તેવા હેતુથી જામજોધપુર મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં ડોકટર સેલના જોઇન્ટ સેક્રેટરી ડો. જેમી ખાંટ ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના પ્રતિપાલસિંહ જાડેજા, જામનગર જિલ્લા આમ આદમી પાર્ટીમાં ઉપપ્રમુખ મયુરસિંહ જાડેજ, જામનગર આમ આદમી પાર્ટીના યુવા ઉપપ્રમુખ રાકેશભાઇ પરમાર, 80 વિધાનસભા આપના સંગઠન મંત્રી દિનેશભાઇ લાલકીયા સહ સંગઠન મંત્રી પ્રકાશભાઇ વ્યાસ સંગઠન મંત્રી કાળુભાઇ પંડયા, આરટીઆઇ એકટિવીટ વગેરે ઉપસ્થિત રહયા હતા.


Loading...
Advertisement
Advertisement