16-17 અને 19થી 24 ઓગસ્ટ દરમ્યાન ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ

13 August 2022 03:06 PM
Rajkot Gujarat
  • 16-17 અને 19થી 24 ઓગસ્ટ દરમ્યાન ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી: સપ્ટેમ્બરના પ્રારંભે પણ સારો વરસાદ પડશે

અમદાવાદ તા.13
ગુજરાતના અનેક ભાગોમાં મેઘરાજાની એકધારી મહેર વચ્ચે જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજયમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 16 અને 17 ઓગસ્ટે ગુજરાતના કેટલાય ભાગોમાં ભારે વરસાદ વરસશે. આ ઉપરાંત 19 અને 24 ઓગસ્ટ દરમિયાન પણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શકયતા છે.

અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું હતું કે ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદ પડવાનો છે. આ ઉપરાંત ઉતર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ઓછો વરસાદ થવાનો છે. બીજી વરસાદી સિસ્ટમ 16 અને 17 ઓગસ્ટે સક્રિય થશે. આ બન્ને દિવસોમાં વરસાદી વાહન વધારે વરસાદ લઈને આવશે. જેના કારણે મધ્ય ગુજરાત અને ઉતર ગુજરાતમાં વરસાદ થવાની શકયતા છે. આ ઉપરાંત 19થી 24 ઓગસ્ટ દરમિયાન ઉતર ગુજરાતના ભાગો પાટણ, મહેસાણા, કડી, સમી, બેચરાજી, વિસનગર, વડગામમાં વરસાદ થવાની શકયતા રહેશે.

આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વધુ વરસાદ થવાની શકયતા રહેશે. અમરેલી, ગીર, ભાવનગર, બોટાદમાં વધારે વરસાદ થશે. સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ વરસાદ પડવાની શકયતા છે. 10 સપ્ટેમ્બર બાદ પર ભીન્ન ભીન્ન ભાગોમાં વરસાદ થવાની શકયતા રહેશે. 10 સપ્ટેમ્બર બાદ ઉતર ગુજરાતના ભાગો અંબાજી, દાતાર તેમજ દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક દરિયાકિનારાના ભાગોમાં વરસાદ થશે. 13 સપ્ટેમ્બર સુધીનો વરસાદ સારો રહેશે.


Related News

Loading...
Advertisement
Advertisement