રશ્દી પર હુમલો કરનાર ઈરાનના સુપ્રીમો આયાતોલ્લાહ ખોમૈનીનો સમર્થક નીકળ્યો

13 August 2022 03:41 PM
India World
  • રશ્દી પર હુમલો કરનાર ઈરાનના સુપ્રીમો આયાતોલ્લાહ ખોમૈનીનો સમર્થક નીકળ્યો

ખોમૈનીએ ઈસ્લામનું અપમાન કરતી નવલકથા ‘સેતાનિક વર્સીસ’ લખવા બદલ રશ્દીનું સર કલમ કરવા ફરમાન કરેલું

ન્યુયોર્ક (અમેરિકા) તા.13
વિશ્વના જાણીતા અને વિવાદાસ્પદ ભારતીય મૂળના લેખક સલમાન રશ્દી પર ગઈકાલે જીવલેણ હુમલો કરનાર શખ્સની ઓળખ થઈ છે અને દારણા મુજબ 24 વર્ષનો આ હુમલાખોર યુવાન ઈરાનના સુપ્રીમ લીડર આયાતોલ્લાહ ખોમૈનીનો સમર્થક નીકળ્યો છે. આ એ આયોતોલ્લાહ ખોમૈની છે જેણે સલમાન રશ્દીનું સર કલમ કરવાનું ફરમાન 1989માં કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે 1989માં સલમાન રશ્દીની નવલકથા ‘સેતાનિક વર્સીસ’ પ્રગટ થઈ હતી. જેમાં ઈસ્લામ ધર્મ વિરુધ્ધ પયગમ્બર સાહેબ વિરુધ્દ લખાણ હોવાથી ઈરાનના તત્કાલીન સુપ્રીમો આયાતોલ્લાહ ખોમૈનીએ સલમાન રશ્દીનું સર કલમ કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારથી સલમાન રશ્દી સુરક્ષા માટે વિવિધ દેશોમાં શરણાગત રહીને બચતા આવ્યા છે.

ન્યુયોર્કમાં જે ઘટના બની તેમાં હુમલાખોર યુવાન હાદી મતાર ખોમૈનીનો સમર્થક છે. ઉલ્લેખનીય છે કે, સલમાન રશ્દીની તે વિવાદી નવલ કથા પર તત્કાલીન રાજીવ ગાંધીની સરકારે ભારતમાં પ્રતિબંધ મૂકયો હતો. હાદી મતાર કાળા કપડામાં કાળુ માસ્ક પહેરી સ્ટેજ પર પહોંચ્યો હતો અને રશ્દી પર હુમલો કર્યો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement