દેશમા સૌપ્રથમ ગુજરાતમાં ડ્રોન તાલીમ યુનિવર્સિટી: મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન: 50 ITI માં કોર્ષ શરૂ થશે

13 August 2022 03:43 PM
Gujarat
  • દેશમા સૌપ્રથમ ગુજરાતમાં ડ્રોન તાલીમ યુનિવર્સિટી: મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન: 50 ITI માં કોર્ષ શરૂ થશે

ઈફકો તરફથી 4 ડ્રોનની જાહેરાત: કૃષિ સહિતના ક્ષેત્રોમાં ઉપયોગ કરાશે

ગાંધીનગર,તા.13
ગુજરાતમાં કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટી અંતર્ગત સ્કૂલ ઓફ ડ્રોનના તાલીમ થકી ગુજરાત ના યુવાનોને ડ્રોન પાયલોટ બનાવવા માટે સરકાર કટિબંધ છે અને આવનાર સમયમાં આ ટેકનોલોજીનો ગુજરાત મહત્તમ ઉપયોગ કરશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વ્યક્ત કર્યો છે.

ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ગાંધીનગર ખાતે ડ્રોન તાલીમ માટે ડાયરેક્ટર જનરલ સિવિલ એવિએશન દ્વારા માન્ય ભારતની રાજ્ય કક્ષાની પ્રથમ યુનિવર્સિટીના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે ગુજરાત દેશનું એન્જિન ત્યારે આવનાર સમયમાં આ ડ્રોન ટેકનોલોજી ના માધ્યમથી કૃષિ ક્ષેત્ર શિક્ષણ આરોગ્ય સુરક્ષા જેવા ક્ષેત્રોમાં આ ટેકનોલોજી મહત્વની સાબિત થશે આ તબક્કે તેમણે અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા અભિયાનમાં સૌ કોઈ જોડાય તે માટે અપીલ કરી હતી

તો બીજી તરફ શ્રમ કૌશલ્ય વિભાગના મંત્રી બ્રિજેશ મિર્ઝાએ કહ્યું કે આ યુનિવર્સિટી શરૂ કરવા માટે ડાયરેક્ટ જનરલ સિવિલ એવિયન્સ ની માન્યતા પ્રાપ્ત કરવા માટે અને તેનું લાઇસન્સ મેળવનાર સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ ક્રમે રહ્યું હોવાનું જણાવ્યું હતું એટલું જ નહીં ગુજરાત વિધાનસભામાં કૌશલ્યા દસ્કીલ યુનિવર્સિટી નું વિધેયક પણ સર્વાનુમતે મતે પાસ કરવામાં આવ્યું જણાવ્યું હતું. તો બીજી તરફ આરોગ્ય મંત્રી મુકેશભાઇ પટેલે પણ આ ટેકનોલોજીની મહત્તમ ઉપયોગીતા અને તેના ફાયદાઓ થી તમામ લોકોને માહિતગાર કર્યા હતા

જ્યારે ઇફકોના ચેરમેન દિલીપ સાંગાણીએ ગુજરાત સરકારને ચાર ડ્રોન ઇફકો તરફથી આપવાની જાહેરાત કરી હતી એટલું જ નહીં આ પ્રોજેક્ટ અંતર્ગત આવનાર સમયમાં પણ ઇફકો સંપૂર્ણપણે ગુજરાત સરકારને સહયોગ આપશે તેવી ખાતરી આપી હતી. જ્યારે શ્રમ રોજગાર વિભાગના અગ્ર સચિવ અંજુ શર્માએ કહ્યું કે ગુજરાત સરકારના આવનાર સમયમાં 50 જેટલી આઇટીઆઇમાં આ કોર્સ શરૂ થશે સાથે સાથે સમગ્ર રાજ્ય સ્ટાર્ટઅપ અને ટેકનોલોજીના પાવરના દમ ઉપર ડ્રોન ક્ષેત્રમાં પણ આગળ વધશે.

Related News

Loading...
Advertisement
Advertisement