ડોનાલ્ડ ટ્રમ્પ સામે જાસુસી ધારા હેઠળ અદાલતી કાર્યવાહી !

13 August 2022 03:48 PM
World Top News
  • ડોનાલ્ડ ટ્રમ્પ સામે જાસુસી ધારા હેઠળ અદાલતી કાર્યવાહી !

► વ્હાઇટ હાઉસ છોડતા પૂર્વે ટ્રમ્પ રાષ્ટ્રીય સલામતી સામે પ્રશ્ન ઉભા થાય તેવા દસ્તાવેજો સાથે લઇ ગયા હતા

► અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવાસેથી ટોપ સિક્રેટ અને સંવેદનશીલ જાહેર થયેલા દસ્તાવેજો મળ્યા : ફલોરીડાના જજે ટ્રમ્પના આવાસનો સર્ચ અને સરકારી ડોકયુમેન્ટ જપ્ત કરવા સત્તાવાર વોરંટ ઇસ્યુ કર્યુ

વોશિંગ્ટન, તા. 13
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે જાસુસી એકટ હેઠળ કાર્યવાહી થઇ શકે છે. તથા દેશના રાષ્ટ્રપતિ તરીકે સરકારી રેકોર્ડનું ગેરરીતિભર્યુ સંચાલન કરવા બદલ પણ કેસ થઇ શકે છે. આ સપ્તાહે ટ્રમ્પના ફલોરીડા ખાતેના રીસોર્ટ પર એફબીઆઇએ દરોડા પાડયા હતા અને તેમાં જે દસ્તાવેજો હાથ ધર્યા છે તેમાં અનેક અમેરિકાના અણુશસ્ત્રો અંગેના તથા અન્ય સંવેદનશીલ માહિતી છે.

ટ્રમ્પે વ્હાઇટ હાઉસ છોડયું તે પૂર્વે આ દસ્તાવેજો તેમની સાથે લઇ ગયા હતા. રાષ્ટ્રીય સલામતી સામે તેઓએ ખતરો સર્જયો હોવાનો આરોપ મુકી શકાય છે. ગત સોમવારે દરોડા બાદ ટ્રમ્પના આવાસમાંથી ટોપ સિક્રેટ અને સેન્સેટીવ કમ્પાટમેન્ટેટ ઇન્ફોર્મેશન ધરાવતી ફાઇલો કબ્જે કરવામાં આવી હતી અને તેના પર તે વ્હાઇટ હાઉસમાંથી બહાર ન કાઢવા પણ લેબલ લાગેલુ હતુ તથા દુનિયાભરમાંથી અમેરિકી ઇન્ટેલીજન્સ દ્વારા ગુપ્તચર માહિતી એકત્ર કરાઇ હતી તે પણ સામેલ હતી.

વાસ્તવમાં ટ્રમ્પના નિવાસે દરોડા પાડયા તેનું સર્ચ વોરન્ટ ફલોરીડાના જજે એક સપ્તાહ પહેલા આપ્યું હતું અને તેથી ટ્રમ્પ દ્વારા જે આક્ષેપો થાય છે તે તમામ બેબુનિયાદ સાબિત થઇ રહ્યા છે. આ વોરન્ટના એફબીઆઇના એજન્ટે ટ્રમ્પના નિવાસેથી જે કંઇ કલાસીફાઇડ ગણી શકાય તેવા દસ્તાવેજો હાથ લાગે તો તે જપ્ત કરવાની સતા આપવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય સરકારી રેકોર્ડ જો મળે તો તે પણ એફબીઆઇ પોતાની સાથે લઇ શકશે. તા.20 જાન્યુઆરી 2017ના રોજ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ છોડયું તે સમયે તેઓ પોતાની સાથે ટનબંધ દસ્તાવેજો લઇ ગયા હતા તેવું જાહેર થયું છે.


Related News

Loading...
Advertisement
Advertisement