તમે ત્યાં રમતમાં મુકાબલો કરતા હતા, અહીં કરોડો દેશવાસીની નજર તમારા પર હતી: મોદી

13 August 2022 03:54 PM
India Sports
  • તમે ત્યાં રમતમાં મુકાબલો કરતા હતા, અહીં કરોડો દેશવાસીની નજર તમારા પર હતી: મોદી

► પીએમ કોમનવેલ્થ ગેમ્સના વિજેતા ભારતીય ખેલાડીઓને મળ્યા

► અન્ય ભારતીયોની જેમ હું પણ તમને મળીને ગૌરવ અનુભવું છું: મોદી: દીકરીઓનું પ્રદર્શન ખૂબ જ સરાહનીય: વડાપ્રધાન

નવીદિલ્હી તા.13
આપ ત્યા મુકાબલો કરતા હતા પરંતુ અહીં કરોડો ભારતીયો જાગરણ કરી રહ્યા હતા, મોડી રાત સુધી આપના દરેક એકશન, દરેક મુવમેન્ટ પર દેશવાસીઓની નજર રહેતી હતી. આ શબ્દો ઉચ્ચાર્યા હતા વડાપ્રધાન મોદીએ કોમનવેલ્થ ગેમ્સના પદકવીરો સાથેની મુલાકાતમાં બર્મિંઘામ રાષ્ટ્ર મંડલ ખેલ-કોમન વેલ્થ ગેમ્સમાં ભારતના ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન રહ્યું હતું

ભારતે 22 સુવર્ણ, 16 રજત અને 23 કાંસ્ય ચંદ્રક સહિત કુલ 61 ચંદ્રક જીત્યા છે. ભારતની આ ભવ્ય સફળતા બાદ વડાપ્રધાન મોદીએ પોતાના અધિકૃત નિવાસે પદકવીરો સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે આપ જયારે બર્મિંઘામમાં આપના શૌર્યનું પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે અહીં કરોડો ભારતીયો આપને પદકની આશા રાખીને જોઈ રહ્યા હતા. તમને મળીને અન્ય ભારતીયોની જેમ હું પણ ગૌરવ અનુભવી રહ્યો છું.

વડાપ્રધાને જણાવ્યું હતું કે દીકરીઓના ખેલમાં પ્રદર્શન પર દેશને ગૌરવ છે. હું પૂજા ગેહલોત (કુશ્તી) સાથે વાત કરી રહ્યો હતો. તેનો ઈમોશનલ વીડિયો જોયા બાદ મેં સોશિયલ મીડિયાના માધ્યમથી તેને કહ્યું હતું કે તેણે માફી માગવાની જરૂર નથી, તે દેશની વિજેતા છે, જો કે તેણે પોતાની ઈમાનદારી અને મહેનતમાં કોઈ કસર ન છોડવી જોઈએ. મોદીએ વધુમાં જણાવ્યું હતું કે ગત અઠવાડીયામાં દેશે બે મોટી સિધ્ધિ મેળવી હતી. એક કોમનવેલ્થ ગેમ્સમાં ઐતિહાસિક પ્રદર્શન અને બીજી દેશે પ્રથમવાર શતરંજ ઓલિમ્પિયાડની યજમાની કરી હતી. હું શતરંજ ઓલિમ્પિયાડમાં ભાગ લેનાર અને મેડલ જીતનાર ખેલાડીઓને શુભેચ્છા પાઠવું છું.


Related News

Loading...
Advertisement
Advertisement