તહેવાર-રજાનો ‘મૂડ’ છવાયો : હવે આવતા સપ્તાહમાં માર્કેટ ઉદ્યોગોમાં મીની વેકેશન

13 August 2022 03:57 PM
Rajkot Gujarat
  • તહેવાર-રજાનો ‘મૂડ’ છવાયો : હવે આવતા સપ્તાહમાં માર્કેટ ઉદ્યોગોમાં મીની વેકેશન
  • તહેવાર-રજાનો ‘મૂડ’ છવાયો : હવે આવતા સપ્તાહમાં માર્કેટ ઉદ્યોગોમાં મીની વેકેશન
  • તહેવાર-રજાનો ‘મૂડ’ છવાયો : હવે આવતા સપ્તાહમાં માર્કેટ ઉદ્યોગોમાં મીની વેકેશન
  • તહેવાર-રજાનો ‘મૂડ’ છવાયો : હવે આવતા સપ્તાહમાં માર્કેટ ઉદ્યોગોમાં મીની વેકેશન
  • તહેવાર-રજાનો ‘મૂડ’ છવાયો : હવે આવતા સપ્તાહમાં માર્કેટ ઉદ્યોગોમાં મીની વેકેશન

► ઉદ્યોગોમાં 4 થી 6 દિવસનું વેકેશન

► સોની બજાર 4 દિવસની રજા પાડશે

► ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ18મીથી 5 દિ’ બંધ

► દાણાપીઠ-પરાબજારમાં એક આખો દિવસ બાકી અર્ધા-અર્ધા દિ’ની રજા

રાજકોટ, તા. 13
જન્માષ્ટમી તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા શહેરભરમાં શ્રીકૃષ્ણના વધામણાની તૈયારીઓ ચાલી રહી છે. સમગ્ર રાજકોટમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવશે. ઠેર ઠેર શોભાયાત્રા અને મટકીફોડ જેવા કાર્યક્રમો યોજાશે. વિવ્ધિ સમિતિ દ્વારા પણ ઠેર ઠેર પંડાલોમાં ભગવાન કૃષ્ણના પ્રદર્શનો ગોઠવવામાં આવ્યા છે. છઠ્ઠના દિવસથી રાજયભરમાં ઉત્સવનો માહોલ શરૂ થઇ જશે.

આ વર્ષે બે વર્ષ બાદ સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો યોજાય રહ્યો છે. આથી લોકોમાં પણ જન્માષ્ટમીને લઇ હર્ષ અને ઉત્સાહની લાગણી પ્રસરી ગયેલ છે. સૌરાષ્ટ્રના લોકો તહેવારોમાં હરવા ફરવા અને મોજ માણવાનું ચુકતા નથી તહેવારના પાંચ દિવસ લોકો વેપાર ધંધા બંધ રાખી અને રજાના દિવસોમાં મોજ કરશે કોઇ મેળામાં ફરશે તો કોઇ ફરવા માટે ટુર પર જશે. પરીવાર સાથે નીકળી જન્માષ્ટમીના તહેવારને લઇ રાજકોટની બજાર પણ સાતમ, આઠમ, નોમના દિવસે બંધ રહેશે.

બજારોની સાથે સામાજીક સંસ્થાની કામગીરીઓ તેમજ હોસ્પિટલોની ઓપીડી સેવા પણ બંધ રહેશે. ત્યારે જન્માષ્ટમીના તહેવાર નિમિતે માર્કેટમાં ખરીદ વેચાણનું હરરાજીનું કામ પાંચ દિવસ બંધ રહેશે. માર્કેટ યાર્ડ દ્વારા યાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે. જે મુજબ મુખ્ય યાર્ડ-બેડી તા. 15થી 20 ઓગષ્ટ શાક માર્કેટ, સબ યાર્ડ રાજકોટ તા. 18 થી 21 ઓગષ્ટ બટાટા વિભાગ સબ યાર્ડ રાજકોટ તા. 19 થી 21 ઓગષ્ટ, ડુંગળી વિભાગ, સબ યાર્ડ, રાજકોટ તા. 18 થી તા. 21 ઓગષ્ટ સુધી અને લીલો/સુકો ઘાસચારા વિભાગ સબ યાર્ડ તા. 19 થી 20 સુધી બંધ રહેશે. આ દિવસો દરમ્યાન કામકાજ બંધ રહેતુ હોવાથી ખેડુતભાઇઓએ માર્કેટ યાર્ડમાં માલ વેચવા નહી આવે.

આ ઉપરાંત રાજકોટની બજારો પણ બંધ રહેશે જેમાં સોની બજાર, ગુંદાવાડી, દાણાપીઠ, ધર્મેન્દ્ર રોડ, પેલેસ રોડ, કોઠારીયા નાકા જેવી બજારો સંપૂર્ણ બંધ રહેશે. રાજકોટ ગોલ્ડ ડિલર એસોસીએશન અને જેમ્સ એન્ડ જવેલરી એસોસીએશન વેપારીઓએ જણાવ્યું કે તહેવાર દરમ્યાન તા. 18 થી 21 સુધી બજાર બંધ રાખવામાં આવશે. સોની બજારમાં અત્યારથી જ તહેવારનો માહોલ છવાઇ ગયો છે.

આ ઉપરાંત રાજકોટની દાણાપીઠ, પરાબજારના વેપારીઓએ તા. 19ના આઠમના દિવસે શુક્રવારે આખો દિવસ અને તા. 18ના સાતમના દિવસે ગુરૂવારે અને તા. 20ના નવમના શનિવારે બજાર અડધો દિવસ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત કોઠારીયા નાકા ભુપેન્દ્ર રોડ, પેલેસ રોડ, કલોથ મરચન્ટ એસોસીએશનના વેપારીઓએ આઠમના દિવસથી તા. 19થી તા. 22 સુધી અગિયારસ દરમ્યાન બજારોની તમામ દુકાનો બંધ રહેશે. ચાર દિવસ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. આ વિસ્તારના અંદાજે 200 જેટલી દુકાનો આવેલી છે, ત્યારે તહેવારો સમયે વેપારીઓએ દુકાન બંધ રાખવા નકકી કર્યું છે.

ધર્મેન્દ્ર રોડ વેપારી એસોસીએશનના પ્રણન્દભાઇ કલ્યાણી જણાવે છે કે જન્માષ્ટમીના તહેવાર નિમિતે ગુરૂવારથી રવિવાર બંધ રહેશે. રેડીમેઇટના વેપારીઓને છેલ્લે સુધી ઘરાકી હોવાથી તેઓ તા. 19 અને 20ના રોજ ધંધો બંધ રાખવશે. તહેવાર દરમ્યાન બહારથી આવતા લોકો છેલ્લી ઘડીએ રેડીમેઇટ કપડા અને બુટ ચંપલની ખરીદી કરતા હોય આથી તેઓ બે દિવસ દુકાનો બંધ રાખે છે.

ગુંદાવાડી વેપારી એસોસીએશનના પ્રમુખ પંકજભાઇ બટાવીયા જણાવે છે. બજારમાં રેડીમેઇટની દુકાનોમાં છેલ્લે સુધી ઘરાકી હોય છે. આથી અડધા વેપારીઓ બે દિવસ આઠમ અને નવમના અને અડધા વેપારીઓ તા. 18 થી તા. 20 સુધી બંધ પાળશે રેડીમેઇટ અને બુટ ચંપલના વેપારીઓ સિવાય તમામ વેપારીઓ સાતમથી ચાર દિવસ બંધ રાખશે.

આ સિવાય શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના પ્રમુખ રમેશભાઇ ટીલાળાના જણાવ્યા અનુસાર વેપાર ઉદ્યોગ મંગળવારથી છ દિવસ ઇન્ડસ્ટ્રીયલ સેકટર બંધ રહેશે. ટ્રાન્સપોર્ટેશન એસોસીએશનના પ્રમુખ હસુભાઇ ભગદેના નિર્ણય અનુસાર સાતમના તા. 18થી પાંચ્ દિવસ ધંધાર્થીઓ બંધ રાખશે. એન્જીનીયરીંગ એસોસીએશનના પરેશ વાસાણીએ તા. 17 બુધવારથી તા. 21ના રવિવાર સુધી ઉદ્યોગો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

સોમવારથી એક અઠવાડિયા માટે શાળા-કોલેજોમાં જન્માષ્ટમીની રજાઓ
લોકમેળાની રંગત માણવા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ : આજથી અનેક પરિવારો સહેલગાહે ઉપડ્યા
ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ (જન્માષ્ટમી મહોત્સવ)ને વધાવવા માટે રાજકોટનાં નગરજનોમાં અનેરો ઉત્સાહ છવાઈ જવા પામેલ છે. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટમાં દરેક તહેવારોની વિવિધતાસભર નગરજનો પોતાની આગવી ઢબથી ઉજવણી કરે છે. જેમાં જન્માષ્ટમી મહોત્સવના તહેવારોનો રંગ અત્યારથી જ છવાવા લાગ્યો છે.

શાળા કોલેજોમાં 15 થી 21ની સુધીની જન્માષ્ટમીની રજાઓ જાહેર કરી દેવામાં આવી છે. બે વર્ષના લાંબા સમયગાળા બાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ઠેર ઠેર જન્માષ્ટમીના મેળાઓ આયોજીત કરવામાં આવેલ હોય લોકમેળાની રંગત માણવા માટે વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ છવાઈ જવા પામેલ છે.

શાળા કોલેજોમાં મીની વેકેશન પડી જતાં વિદ્યાર્થીઓ પરિવાર સાથે સૌરાષ્ટ્રના તીર્થધામોમાં દેવદર્શને ઉપડી ગયા છે. તો કેટલાક પરિવારો સૌંદર્યધામોની સહેલગાહે મીની વેકેશનનો લાભ લઇ રવાના થઇ ગયા છે. બીજી તરફ કોરોનાની મહામારીએ પણ માથુ ઉંચકવાનું શરુ કરી દીધું હોય સંક્રમિતોની સંખ્યા હવે ધીમે ધીમે વધવા લાગી છે ત્યારે લોકમેળાઓમાં લાખોની ભીડ ભેગી થનાર હોય કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા અને માસ્ક પહેરવા માટેના મેસેજો સોશિયલ મીડિયા પર વહેતા થવા લાગ્યા છે.


Related News

Loading...
Advertisement
Advertisement