ખંડવામાં નદીની લહેરોની વચ્ચે અને પાણીની અંદર લહેરાયો તિરંગો

13 August 2022 04:04 PM
India
  • ખંડવામાં નદીની લહેરોની વચ્ચે અને પાણીની અંદર લહેરાયો તિરંગો

મોદીએ ટ્વીટ કરીને લખ્યું-આ જુસ્સાને પ્રણામ : ખંડવાના તરવૈયા ગ્રુપ ‘લહેરો કે રાજા’ના સભ્યોની કમાલ

નવી દિલ્હી, તા. 13 : પૂરા દેશમાં આજથી હર ઘર તિરંગા અભિયાન શરૂ થયું છે. દરમ્યાન ખંડવામાં તરવૈયા યુવાનોએ પાણીની લહેરો વચ્ચે નદીમાં તિરંગો લહેરાવ્યો હતો. વડાપ્રધાન મોદીએ આ વિડીયો ટવીટ કરીને લખ્યુ આપના આ જોશને પ્રણામ. મોદીએ લખ્યુ-તિરંગા પ્રત્યે અતુલિત સન્માનનું આ સાહસિક દ્રશ્યો ભારતીયોના ઉત્સાહ અને ઉમંગને દર્શાવે છે.

ખરેખર તો ખંડવાનું આ તરવૈયાઓનું ગ્રુપ રોજ નદીમાં તરીને શરીરને ફીટ રાખવાનો હુન્નર શીખવે છે. આ ગ્રુપે નદીમાં તરતા તરતા તિરંગો લહેરાવ્યો હતો એટલું જ નહીં આ ગ્રુપે તરતા તરતા નદીની વચમાં ભારત માતાના જય જયકારના નારા પણ લગાવ્યા હતા. તેમનો આ વિડીયો સોશ્યલ મીડિયામાં ખુબ વાયરલ થયો છે. મોદીએ આ વિડીયો ટવીટ કરીને લખ્યુ છે આ જુસ્સાને પ્રણામ. વાયરલ વિડીયો ખંડવા સ્થિત નાગચુન તળાવ અને અબના નદીઓ છે. વિડીયોમાં પાણી વચ્ચે તિરંગો લહેરાતો જોવા મળે છે. સાથે સાથે પાણીની અંદર જ તિરંગાને સલામી પણ આપવામાં આવી રહી છે. આ લોકો ખંડવાના લહેરો કે રાજા ગ્રુપના સભ્યો છે.


Related News

Loading...
Advertisement
Advertisement