વડાપ્રધાનનાં માતુશ્રીએ બાળકોને રાષ્ટ્ર ધ્વજ વિતરણ કરી તિરંગો લહેરાવ્યો

13 August 2022 04:05 PM
Ahmedabad Gujarat
  • વડાપ્રધાનનાં માતુશ્રીએ બાળકોને રાષ્ટ્ર ધ્વજ વિતરણ કરી તિરંગો લહેરાવ્યો

બાળકો સાથે હિરાબાએ પણ રાષ્ટ્રભાવના વ્યકત કરી

અમદાવાદ તા.13 : આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે ગાંધીનગરના રાયસણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ 100 વર્ષની જૈફ વયે પણ પોતાના નિવાસસ્થાને બાલકોને રાષ્ટ્રધ્વજનું વિતરણ કયુર્ં હતું અને બાળકો સાથે તેમણે પોતે પણ તિરંગો લહેરાવીને રાષ્ટ્રભાવના વ્યકત કરી હતી. હીરાબાએ પોતાના ઘરની નજીકમાં આવેલ ગુડાના મકાનોમાં રહેતા મધ્યમવર્ગીય અને સામાન્ય પરિવારનાં બાળકોને તિરંગાનું વિતરણ કર્યું હતું. એટલું જ નહીં તેમની સાથે તેમણે પણ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો ત્યારે વાતાવરણ દેશભકિતના રંગે રંગાઈ ગયું હતું.


Related News

Loading...
Advertisement
Advertisement