શિંદે સરકારમાં મંત્રીમંડળમાં સ્થાન ન મળતા નારાજગી શરૂ

13 August 2022 04:06 PM
India Maharashtra
  • શિંદે સરકારમાં મંત્રીમંડળમાં સ્થાન ન મળતા નારાજગી શરૂ

મુંબઇ,તા. 13 : મહારાષ્ટ્રમાં નવી રચાયેલી એકનાથ શિંદે સરકારમાં હવે મંત્રી મંડળની રચનામાં બાગી ધારાસભ્યોને મંત્રીઓને ન બનાવતા નારાજગી શરુ થઇ ગઇ છે. લગભગ 40 દિવસના ભારે વિલંબ બાદ રાજ્યના મંત્રીમંડળમાં વિસ્તરણ કરવામાં આવ્યું હતું જેમાં ઔરંગાબાદ પશ્ર્ચિમના ધારાસભ્ય સંજય સીરસાટએ પોતાની નારાજગી દર્શાવી છે અને તેઓએ ટવીટ કરીને ઉધ્ધવ ઠાકરેને જ મહારાષ્ટ્રના શિવસેના પરિવારના વડા ગણાવ્યા છે અને તે સાથે હવે રાજ્યના મંત્રી મંડળમાં અન્ય ધારાસભ્યો પણ અસંતોષ દર્શાવે તેવી ધારણા છે. જો કે બાદમાં તેઓએ પોતાનું ટવીટ ડીલીટ કરી દીધું હતું અને તેમને કહ્યું કે વિધાનસભામાં ઉધ્ધવ ઠાકરેએ જે ભાષણ કર્યું હતું અને મહારાષ્ટ્ર અંગે તેઓએ વાત રાખી હતી તે સમયે તેઓ પરિવારના વડા તરીકે ભૂમિકા ભજવી રહ્યા હોય તેવું જણાયું હતું. પણ મારા ટવીટનો એ અર્થ નથી કે હું અસંતુષ્ટ છું.


Related News

Loading...
Advertisement
Advertisement