લાલ કિલ્લા પરના સ્વતંત્ર દિન સમારોહમાં 7000 આમંત્રિતો હશે

13 August 2022 04:33 PM
India
  • લાલ કિલ્લા પરના સ્વતંત્ર દિન સમારોહમાં 7000 આમંત્રિતો હશે

નવી દિલ્હી, તા. 13
સોમવારે દેશના સ્વતંત્ર દિનના પાટનગર દિલ્હીમાં યોજાનારા ધ્વજવંદનના કાર્યક્રમમાં 7000 આમંત્રિતોને સ્થાન અપાશે. દિલ્હી પોલીસના ખાસ સેલ દ્વારા 10 હજાર જવાનોને લાલ કિલ્લા અને તેની આસપાસના ક્ષેત્રોની સુરક્ષાની જવાબદારી સોંપી દેવામાં આવી છે અને વડાપ્રધાનના સુરક્ષા વિભાગ દ્વારા લાલ કિલ્લાનો કબ્જો લેવાઇ ગયો છે અને હવે તા. 15ના સાંજ સુધી આ વિસ્તારમાં પૂર્ણ રીતે આવાગમન બંધ રહેશે.

આ ઉપરાંત લાલ કિલ્લાની આસપાસના વિસ્તારોમાં પતંગ સહિતના કોઇપણ ફલાઇંગ ઓબ્જેકટ ઉડાડવા પર પ્રતિબંધ મુકી દેવાયો છે તથા અનેક વિસ્તારોમાં કાઇટ કેચર એટલે કે પતંગ ઝડપવા માટેની ટીમ તૈનાત થઇ ગઇ છે.

ગઇકાલે જ દિલ્હીમાં જે રીતે રર00 જીવતા કારતુસો મળ્યા તે પછી સુરક્ષા વ્યવસ્થા વધારાઇ ગઇ છે. આ વિસ્તારમાં 1000 હાઇ ડેફીનેશન કેમેરા ગોઠવી દેવાયા છે અને તેના પર સતત મોનીટરીંગ કરવામાં આવશે.


Related News

Loading...
Advertisement
Advertisement