સમીર વાનખેડે જન્મથી મુસ્લિમ નથી : જાતિ પ્રમાણપત્રમાં એનસીપીના પૂર્વ અધિકારીને કલીનચીટ

13 August 2022 04:36 PM
India
  • સમીર વાનખેડે જન્મથી મુસ્લિમ નથી : જાતિ પ્રમાણપત્રમાં એનસીપીના પૂર્વ અધિકારીને કલીનચીટ

મુંબઇ, તા. 13
બોલીવુડના અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ડ્રગ્સ કાંડમાં ઝડપીને જાણીતા થઇ ગયેલા નાર્કોટીક કંટ્રોલ બ્યુરો મુંબઇના પૂર્વ વડા સમીર વાનખેડે જન્મથી મુસલમાન નથી અને બોગસ સર્ટી રજુ કરવાના કેસમાં તેમને કલીનચીટ આપી દેવાઇ છે. અગાઉ મહારાષ્ટ્રના કેબીનેટ મંત્રી નવાબ મલીકે આક્ષેપ કર્યો હતો કે વાનખેડેએ બોગસ સર્ટીફીકેટના આધારે નોકરી મેળવી છે.

તેઓ વાસ્તવમાં મુસ્લિમ છે પરંતુ તપાસમાં સાબિત થયું છે કે વાનખેડે મહારાષ્ટ્રમાં મહાર-37 અનુસુચિત જાતિના છે. જે હિન્દુ ધર્મમાં માન્યતા પ્રાપ્ત છે અને તેઓએ આ સમુદાય માટે જે અનામત વ્યવસ્થા હોય છે તેના આધારે મેળવેલી સરકારી નોકરી યોગ્ય છે.


Related News

Loading...
Advertisement
Advertisement