મારૂતિ કુરિયરની સફળતાની યશગાથાને જગવિખ્યાત ફોબ્ર્સ મેગેઝિને વખાણી

13 August 2022 05:03 PM
Rajkot
  • મારૂતિ કુરિયરની સફળતાની યશગાથાને જગવિખ્યાત ફોબ્ર્સ મેગેઝિને વખાણી

ફોબ્ર્સ ઈન્ડિયાએ રામભાઈ મોકરિયા દ્વારા સ્થપાયેલી મારૂતિના પ્રારંભથી અત્યાર સુધીની સફર, સફળતા અને બ્રાન્ડ વેલ્યુ અંગે વિશેષ અહેવાલ પ્રસિદ્ધ કર્યો

રાજકોટ:તા 13
ભારતની અગ્રણી કુરિયર અને લોજિસ્ટિક્સ કંપનીઓમાં સ્થાન ધરાવતી ગુજરાતની મારૂતિની ઝળહળતી સફળતાની વિશ્વવિખ્યાત ફોર્બ્સ મેગેઝિન દ્વારા સરાહના કરવામાં આવી છે.ફોર્બ્સ મેગેઝિન કોર્પોરેટ જગતના સમાચારો અને અહેવાલો માટે દુનિયાભરમાં માનભર્યું સ્થાન ધરાવે છે.

આ મેગેઝિનના લેટેસ્ટ ફેમિલી બિઝનેસ વિશેષ અંકમાં મારૂતિની સ્થાપનાની ઈતિહાસ, કાર્યશૈલી, કોર્પોરેટ મૂલ્યો સફળતાના રહસ્યો અને ભાવિ યોજનાઓ વિશે રસપ્રદ છણાવટ કરવામાં આવી છે. વિશ્વના અગ્રણી બિઝનેસમેન અને કોર્પોરેટ માંધાતાઓ નિયમિતપણે જે મેગેઝિન વાંચે છે અને જેના અહેવાલોની સમગ્ર દુનિયામાં નોંધ લેવાય છે તે ફોર્બ્સ મેગેઝિને તાજેતરમાં ભારતના ફૈમિલી દ્વારા સંચાલિત બિઝનેસ અંગે એક સ્પેશિયલ ઈશ્યૂ બહાર પાડ્યો છે. ઈશ્યૂમાં શ્રી મારૂતિ અંગે પ્રસિદ્ધ થયેલા અહેવાલ મુજબ શ્રી રામભાઈ મોકરિયાએ 1980ના સમયમાં પાસપોર્ટ, વિઝા, એર બુકિંગ અને ટ્રાવેલિંગ સર્વિસીઝના કામકાજ સાથે તેમની સફર શરૂ કરી હતી.

પાંચ વર્ષ પછી 1985માં તેમણે મારૂતિ ટ્રાવેલ એન્ડ કાર્ગોનો પ્રારંભ કર્યો જેનું નામ બદલીને બાદમાં મારૂતિ કુરિયર સર્વિસીઝ રાખવામાં આવ્યું, અત્યંત બિનસંગઠિત એવા કુરિયર અને લોજિસ્ટિક્સ વ્યવસાયમાં શ્રી રામભાઈ એટલે ટકી શક્યા કારણ કે તેઓ સમયસર શીપમેન્ટની ડિલિવરી પર વધુ ધ્યાન આપતા હતા. ગ્રાહકો પ્રત્યેની સમર્પિતના કોઈપણ સંજોગોમાં, કોઈપણ કિંમતે જળવાઈ રહેવી જોઈએ એ મંત્ર તેમણે આત્મસાત કર્યો હતો અને તેમની પછીની પેઢીને પણ આ જ મંત્ર આપ્યો.

1985માં નાનકડી શરૂઆતથી પ્રારંભ કરનાર મારૂતિ કુરિયર આજે ભારતની ટોચની પાંચ કુરિયર અને લોજિસ્ટિક્સ કંપનીઓમાં સ્થાન ધરાવે છે. નાણાંકીય વર્ષ 2022માં કંપનીની ઓપરેટિંગ ઈન્કમ રૂ. 501 કરોડ રહી હતી. કંપની એર અને સરફેસ ટ્રાન્સપોર્ટ થકી રોજના 2.5 લાખ કુરિયર અને ક્ધસાઈનમેન્ટસની સંતોષકારક ડિલિવરી કરે છે, સમગ્ર ભારતમાં 3,764 આઉટલેટસનું અને 4,581 યુનિક પિનકોડનું નેટવર્ક ધરાવે છે.


Related News

Loading...
Advertisement
Advertisement