તહેવારોમાં ખાદ્યતેલો મોંઘા : ડબ્બે વધુ રૂા.10નો ભાવવધારો

13 August 2022 05:04 PM
Rajkot
  • તહેવારોમાં ખાદ્યતેલો મોંઘા : ડબ્બે વધુ રૂા.10નો ભાવવધારો

રાજકોટ,તા. 13 : જન્માષ્ટમીના તહેવારો પૂર્વે ખાદ્યતેલોમાં તેજીનો દોર જારી જ રહ્યો છે અને આજે સીંગતેલ-કપાસિયા તેલમાં ડબ્બે વધુ 10-10 રૂપિયાનો ભાવવધારો થયો હતો. તેલબજારમાં આજે સીંગગતેલ ડબ્બાનો ભાવ 2780થી 2830 તથા કપાસિયા તેલ ડબ્બાનો ભાવ 2495 થી 2545 થયો હતો. વેપારીઓના કહેવા પ્રમાણે તહેવારોની ઘરાકી તથા સપ્લાય ખેંચને કારણે ભાવો વધી રહયા છે. કાચા માલની આવકો ઘટી હોવાના કારણોસર ઉત્પાદનમાં કાપ છે. વર્તમાન સ્ટોકમાં દિવાળી સુધીનો સમય કાઢવાનો છે. આ દરમ્યાન નવરાત્રી-દિવાળીનાં તહેવારો આવશે. આગામી સપ્તાહમાં રજાઓને કારણે ઉત્પાદન વધુ અવરોધાવાની શક્યતા ચે. પામોલીનમાં આવતા દિવસોમાં ભાવ ઘટાડાના એંધાણ છે પરંતુ સ્વદેશી તેલો પર તેની કોઇ અસર થશે કે કેમ તે જોવાનું રહેશે.


Related News

Loading...
Advertisement
Advertisement