મવડી, નાનામવા, માધાપર, રેલનગર સહિતના વિસ્તારોમાં કોરોનાનો સળવળાટ : નવા 27 કેસ

13 August 2022 05:05 PM
Rajkot
  • મવડી, નાનામવા, માધાપર, રેલનગર સહિતના વિસ્તારોમાં કોરોનાનો સળવળાટ : નવા 27 કેસ

સ્વસ્થ થયેલા 62 દર્દીઓ ડીસ્ચાર્જ : પોઝીટીવીટી રેઇટ 3.17%

રાજકોટ,તા. 13 : કોરોનાની મહામારીએ હવે ફરી તહેવારો ઉપર જ માથુ ઉંચક્વાનું શરુ કરી દેતા સંક્રમિતોની સંખ્યાનો ગ્રાફ બે આંકડામાં પહોંચી જવા પામેલ છે. જેમાં ગઇકાલે કોરોનાનાં નવા 27 જેટલાં કેસો નોંધાયા હતા. સંક્રમિતોની સંખ્યામાં મેળાની સિઝન પૂર્વે જ ઉછાળો આવવા લાગતા લોકોના ચહેરા પર ચિંતાની લકીર ખેંચાઈ જવા પામી છે.

શહેરનાં મવડી, આંબેડકરનગર, હુડકો, નાનામવા, નંદનવન, શ્યામનગર, વિજય પ્લોટ, માધાપર, મોરબી રોડ, રેલનગર, રેડક્રોસ રામનાથપરા સહિતના વિસ્તારોમાં ગઇકાલે કોરોનાના નવા 27 જેટલા કેસો નોંધાયા હતા. જેની સાથે શહેરનાં અત્યાર સુધીનાં પોઝીટીવ કેસોનો આંકડો વધીને 65036 પર પહંચી જવા પામેલ છે.

રાજકોટ મહાનગરપાલિકાનાં આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 1909984 જેટલા કોરોના ટેસ્ટ કરવામાં આવેલ છે. જેમાં ગઇકાલે વધુ 851 જેટલાં કોરોના ટેસ્ટ કરવામાં આવેલ હતાં. કોરોનાનો પોઝીટીવીટી રેટ 3.17 ટકા રહ્યો છે. ગઇકાલે 62 જેટલા દર્દીઓ કોરોનાની સારવાર મેળવી સ્વસ્થ થતાં તેઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવેલ હતા.


Related News

Loading...
Advertisement
Advertisement