લેન્ડ ગ્રેબીંગ કેસમાં ત્રણ આરોપીઓને જામીન ઉપર છોડવાનો કોર્ટનો હુકમ

13 August 2022 05:07 PM
Rajkot
  • લેન્ડ ગ્રેબીંગ કેસમાં ત્રણ આરોપીઓને જામીન ઉપર છોડવાનો કોર્ટનો હુકમ

રાજકોટ, તા. 13 : જસદણ તાલુકાના નાનીલાખાવડના રે.સ.નં. 457 પૈકી રની જમીન હે.આરે.ચો.મી. 0-80-94 કે જે ગુજ. ગોમતીબેન ભગવાનભાઇના નામે આવેલ હતી તે જમીન હસ્તે કુરજીભાઇ ભગવાનભાઇ નામ લખેલ હોય અને ગુજ. ગોમતીબેન પોતાની જીવાઇ માટે સદરહું ખેડવાણ જમીન રાખેલ હતી અને ખેડવાણ જમીનના બે ભાગ કરી બંને પુત્રો ગુજ. ભનુભાઇ તથા કુરજીભાઇને વાવવા માટે આપેલ અને તેમાંથી માતૃશ્રી ગોમતીબેનને જીવવાઇ કરવાની હતી. ગોમતીબેનનું સને 2012માં અવસાન થયેલ અને ભનુભાઇનું અવસાન અને 2018માં અવસાન થયેલ. જમીન હસ્તે કુરજીભાઇ ભગવાનભાઇ નામ આવેલ હોય

જેથી સને ર01રમાં પોતાના નામ દાખલ કરી વારસાઇ નોંધ કરાવી અને જમીન પોતાના સંયુકત ખાતે દાખલ કરાવી દીધેલ. સદરહું જમીન માંહેથી 1 એકર જમીન સને 1988ની પ્રથમ ભનુભાઇ અને હાલ તેમના ત્રણ પુત્ર વસંતભાઇ, નારણભાઇ અને ધીરૂભાઇ વાવતા હતા પરંતુ ફરીયાદી કુરજીભાઇ સદરહું આખી જમીનનો કબજો જોઇતો હોય બંને વચ્ચે સગા કાકા-ભત્રીજાનો સબંધ હોવા છતાં હાલમાં પ્રવર્તમાન નવો કાયદો લેન્ડ ગ્રેબીંગ એકટ કાયદા તળે પ્રથમ કલેકટર શ્રી સમક્ષ અને કલે.ના પોઝીટીવ રીપોર્ટના આધારે જસદણ (રાજકોટ ગ્રામ્ય) ગુ.નં. 473/2022, તા. 31/07/2022ના ગુન્હો નોંધાયેલ.

ગુન્હાના આધારે ત્રણે આરોપી વસંતભાઇ, નારણભાઇ અને ધીરૂભાઇની ધરપકડ કરી હતી. ત્રણેય આરોપીએ જામીન પર છુટવા સ્પે. કોર્ટના જજ સુથાર સમક્ષ જામીન અરજી ગુજારેલ જે સદરહું જામીન અરજીના અનુસંધાને આરોપીઓા વકીલે બનાવની હકીકત તથા હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના ચુકાદાઓને રજુ રાખી તેની છણાવટ કરી કોર્ટને સબમીશન કરેલ અને આ દલીલ તથા ચુકાદાઓને ધ્યાને રાખી કોર્ટે ત્રણેય આરોપીઓને જામીન ઉપર છોડવા હુકમ ફરમાવેલ અને આ અરજીના કામે રાજકોટના યુવા ધારાશાસ્ત્રી જીતેન્દ્ર એચ. પારેખ, એમ.વી.મેવાસીયા, આર.એ.પરમાર, આર.ડી.ખાંભલીયા રોકાયેલા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement