વાવડી પાસે પડી ગયેલા બાઇકચાલકની મદદ ન કરતાં યુવકને છરી ઝીંકતા લોહીલુહાણ

13 August 2022 05:08 PM
Rajkot
  • વાવડી પાસે પડી ગયેલા બાઇકચાલકની મદદ ન કરતાં યુવકને છરી ઝીંકતા લોહીલુહાણ

રાજકોટ,તા.13 : ગોંડલ રોડ પર પુનિતનગર પાણીના ટાંકા પાસે રહેતો અને કારખાનામાં કામ કરતો રામપરી છોટાલાલ રાજભર (ઉ.વ.31) નામના મુળ બિહારી યુવાનને રાતે સાડા નવેક વાગ્યે વાવડી ફાલ્કન કારખાનાથી થોડે આગળ સાયકલ લઇને જતો હતો ત્યારે અજાણ્યા બાઇકચાલકે છરીથી હુમલો કરી પેટમાં ઘા ઝીંકી દેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

રામપરીએ જણાવ્યું હતું તે,હું સાયકલ હંકારીને જતો હતો ત્યારે એક શખ્સ બાઇક સહિત પડી ગયો હતો.તેણે નશો કર્યો હોય તેમ લાગતું હોઇ હું તેની મદદ કરવા ઉભો નહોતો રહ્યો અને સાયકલ હંકારી આગળ નીકળી ગયો હતો એ પછી એ શખ્સ ઉભો થઇ બાઇક લઇ પાછળ પાછળ આવ્યો હતો અને સાયકલ આડે બાઇક નાખી મને છરીનો એક ઘા ઝીંકી ઢીકાપાટુનો માર મારી ભાગી ગયો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement