જિયાણામાં કારખાનાની ઓરડીમાંથી રૂ.90 હજારની ચોરી કરનાર તસ્કર ઝડપાયો

13 August 2022 05:09 PM
Rajkot
  • જિયાણામાં કારખાનાની ઓરડીમાંથી  રૂ.90 હજારની ચોરી કરનાર તસ્કર ઝડપાયો

દંપતી દશામાનું જાગરણ કરવા પડધરી માતાપિતાને ત્યાં જતા બાજુના કારખાનામાં કામ કરતા બે શખ્સોએ હાથફેરો કર્યો હોવાનું ખુલ્યું:એકની શોધખોળ

રાજકોટ,તા.13 : કુવાડવા પાસે આવેલા જીયાણા ગામે કારખાનામાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતા અને ઓરડીમાં રહેતા કોળી યુવાનની ઓરડીમાંથી રૂ.90 હજારની મત્તાની ચોરી થઈ હતી જે ગુનામાં પોલીસે અહીં બાજુના જ કારખાનામાં કામ કરતા મૂળ યુપીના શખસને ઝડપી લીધો હતો.તેની પાસેથી રૂ.20,000 રોકડ કબજે કરી છે.જ્યારે તેના સાથીદારને ઝડપી લેવા શોધખોળ આદરી છે.

બનાવની વધુ વિગતો મુજબ,કુવાડવા નજીક જિયાણા ગામે રહેતા મૂળ પડધરીના અશ્વીનભાઇ સવજીભાઇ ડાભી(ઉ.વ.31) પત્ની સાથે પડધરી દશામાં ના જાગરણમાં ગયા ત્યારે તેમની ઓરડીમાંથી કોઈ અજાણ્યા તસ્કરે દાગીના અને રોકડ સહિત રૂ.90 હજારની ચોરી કરી જતા એરપોર્ટ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

આ અંગે એરપોર્ટ પોલીસ મથકના પીઆઇ વી.આર.રાઠોડની રાહબરીમાં પીએસઆઇ એ.આર.હેરભા તથા ટીમ તપાસ શરૂ કરી હતી. દરમિયાન પોલીસે અહીં બાજુના જ કારખાનામાં કામ કરતા મૂળ યુપીના વતની તિલકરામ રામઅચલ ચૌહાણ (ઉ.વ 23) નામના શખસને આ ચોરીમાં ઝડપી લીધો હતો પોલીસે તેની પાસેથી રોકડ રૂ.20,000 કબજે કર્યા હતા તેની પૂછપરછ કરતા તેણે તથા તેના સાથીદાર અજય બુધનભાઈ ચૌહાણ અહીં ચોકીદારની નજર ચૂકવી કારખાનામાંથી ચોરી કરી હોવાની કબુલાત આપી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement