વકીલોએ લહેરાવ્યો તિરંગો

13 August 2022 05:12 PM
Rajkot
  • વકીલોએ લહેરાવ્યો તિરંગો

આઝાદીનાં અમૃત મહોત્સવ પર્વ નિમિત્તે આગામી તા.13-14-15 ઓગષ્ટ 2022 દરમ્યાન સમગ્ર દેશમાં હર ઘર તિરંગાનાં કાર્યક્રમનું આવાહન ભારત દેશનાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે રાજકોટ એમ.એ.સી.પી.બારનાં પ્રમુખ અજય કે.જોશી દ્વારા વિનામુલ્યે રાજકોટના વકીલોને તિરંગા (રાષ્ટ્રધ્વજ) નું વિતરણ કરાયું હતું. કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ લીગલ સેલનાં સહ-સંયોજક અનિલ દેસાઈ, રાજકોટ બારના સેક્રેટરી પી.સી.વ્યાસ, પિયુષભાઈ શાહ, કમલેશ શાહ, કિરીટ પાઠક, અશ્વિન મહાલિયા, એમ.એ.સી.પી. બાર એસો.નાં સેક્રેટરી વિશાલ ગોસાઈ, જોઈન્ટ સેક્રેટરી આર.પી. દોરી, ઉપપ્રમુખ એ.યુ.બાદી, ખજાનચી ભાવેશ મકવાણા, સરકારી વકીલો કમલેશ ડોડીયા, તરુણ માથુર, રાહુલ મકવાણા, અજય સેહદાણી, જી.આર. પ્રજાપતિ, હેમંત પરમાર, અજય ચૌહાણ, ડેનિશ મેહતા વગેરે ખુબ જ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમને ભવ્ય અને સફળ બનાવ્યો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement