હવે ‘લાલસિંહ ચઢ્ઢા’થી દિલ્હીના વકીલની ધાર્મિક લાગણી દુભાઈ : ફરિયાદ નોંધાવી

13 August 2022 05:13 PM
Entertainment India
  • હવે ‘લાલસિંહ ચઢ્ઢા’થી દિલ્હીના વકીલની ધાર્મિક લાગણી દુભાઈ : ફરિયાદ નોંધાવી

ફિલ્મમાં ભારતીય સેનાનાં અપમાનનો પણ આરોપ

નવીદિલ્હી તા.13
આમિર ખાનની ફિલ્મ ‘લાલસિંહ ચઢ્ઢા’ રિલિઝ પૂર્વે જ બોયકોટનો સામનો કરી રહી હતી ત્યાં ફિલ્મની રિલીઝ બાદ પણ ફિલ્મ સામે મુશીબત ઓછી નથી થઈ. આ ફિલ્મ સામે દિલ્હીના એક વકીલે સેનાના અપમાન અને ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડયાની ફરિયાદ દિલ્હી પોલીસને કરી છે.

વકીલ વિનિત જિંદલે આરોપ લગાવ્યો છે કે ફિલ્મ મેકર્સે એક માનસિક રીતે નબળા વ્યકિતને સેનામાં સામેલ કરીને કારગીલની લડાઈ લડતો દેખાડવામાં આવ્યો છે. હવે એ બધાને ખબર છે કે સેનાના સૌથી બહેતરીન જવાનોને કારગીલની લડાઈ લડયા મોકલાયા હતા. પરંતુ ફિલ્મમાં જાણી જોઈને ભારતીય સેનાનું અપમાન કરવાની કોશિષ થઈ છે.

+વકીલે વધુમાં જણાવ્યું છે કે ફિલ્મના એક દ્દશ્યમાં પાકિસ્તાની સૈનિક આમિરના પાત્ર લાલસિંહ ચઢ્ઢાને કહે છે- હું નમાઝ કરી પ્રાર્થના કરું છું, લાલ, તુ પણ આમ કેમ નથી કરતો? જેના જવાબમાં લાલસિંહ ચઢ્ઢા કહે છે મારી માએ કહ્યું હતું કે બધા પૂજા પાઠ મેલેરિયા જેવા છે અને તેના કારણે દંગા થાય છે.

ફરિયાદીએ કહ્યું છે કે, આવા સીનથી હિન્દુઓની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવાની કોશિષ થઈ છે. ફરિયાદમાં જણાવ્યું છે કે આમિર ખાન એક મોટો એકટર અને પબ્લીક ફિગર છે જેનાથી મોટો વર્ગ પ્રભાવિત થાય છે.


Related News

Loading...
Advertisement
Advertisement