રાજકોટમાં રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ આર. આર. ઈવેન્ટસ આયોજીત નવા ગીતોનો કાર્યક્રમ રોકબીટસ છવાયું

13 August 2022 05:14 PM
Rajkot
  • રાજકોટમાં રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ આર. આર. ઈવેન્ટસ આયોજીત નવા ગીતોનો કાર્યક્રમ રોકબીટસ છવાયું
  • રાજકોટમાં રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ આર. આર. ઈવેન્ટસ આયોજીત નવા ગીતોનો કાર્યક્રમ રોકબીટસ છવાયું
  • રાજકોટમાં રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ આર. આર. ઈવેન્ટસ આયોજીત નવા ગીતોનો કાર્યક્રમ રોકબીટસ છવાયું

આજના ગાયકો દ્વારા ગવાયેલા યાદગાર ગીતો જેવા કે, કલ હો ના હો, રાતા લંબીયા, તેરે સંગ યારા, હમ્મા હમ્મા, મૈયા, જુગની જી, મીતવાં જેવા ગીતો પર યુવાઓ જુમી ઉઠયા

રાજકોટ, તા. 13
રાજકોટમાં રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ યુવા ધન જુમ્મે આર. આર. ઈવેન્ટસ આયોજીત નવા ગીતોનો કાર્યક્રમ રોકબીટસ છવાઈ ગયો. કલાનગરી રાજકોટ સંગીતપ્રિય છે. તેના બોલતા પુરાવારૂપ થવા વર્ગને ગમતા સંગીતનો કાર્યક્રમ રોકબિટસ યોજાઇ ગયો.વર્ષોથી જુના ગીતોની રજુઆત શાનદાર રહી જ છે .

આજના ગાયકો દ્વારા ગવાયેલા યાદગાર ગીતો જેવા કે, કલ હો ના હો, રાતા લંબીયા, તેરે સંગ યારા, હમ્મા હમ્મા, મૈયા, જુગની જી, મીતવાં, લાલ ઈશ્ક, દીલ દીયા ગલ્લાં, શ્રીવલ્લી, હવાંઈયા, તૈયોની, 22, કમર, મેરે ઢોલના, ચનર, તેરી દીવાની, રમતા જોગી, રાંજા, તડપ તડપ કે જેવા નવી પેઢીને ગમતા આજના દશકનાં સૌથી વધુ લોકપ્રિય ગીતોને આ કાર્યક્રમમાં રજુ કરવામાં આવેલ આર. આર. ઈવેન્ટસ દ્વારા રજુ થયેલા આ ગીતો પર હેમુ ગઢવી હોલમાં યુવાધન જમી ઉઠયું, આફીન થઈ ગયું, અને હોલ સીટીઓ, તાળીઓ અને ચીચીયારીઓથી ગુંજી ઉઠયો. રાજકોટનાં નહીં,

પરંતુ સમગ્ર ગુજરાતમાં કોઈપણ ઓડીટોરીયમમાં આવા કાર્યક્રમને પ્રથમવાર હોલમાં રજુ કરી અને સફળતા પણ મેળવી. કાર્યક્રમનાં પ્રથમ શીર્ષક માધુરી ડે (કલકતા) સા રે ગા મા પા 2013 માં પ્રથમ પાંચ રે વિનર્સની યાદીમાં રજુ થયેલ. રવિન્દ્ર સંગીત તેમણે પચાવ્યુ છે, ખુબજ સરળ અને સહજતાથી ગીતો ને રજુ કરવું અને તે પણ એક વિશીષ્ઠ પ્રેઝન્ટેશન સાથે, તેમણે ખુબજ સફળ રજુઆત કરી.બીજા શીર્ષક ગાયક વૈભવ વષીષ્ઠ (મુંબઈ)એ તો રીતસર પ્રથમ ગીતની રજુઆત સાથે જ યુવા દીલોના દીલ જીતી લીધા. ફીલ્મો તથા સીરીયલો માટે તેઓએ પોતાનું અનેરૂં યોગદાન આપેલ છે, અને આજે રાજકોટનાં પ્રેક્ષકો રીતસર તેમના ફેન્સ થઈ ગયા.

ભુજથી આમંત્રીત ગાયક અંશ મેમુને પણ યુવા પ્રેક્ષકોની દાદ મેળવી હતી અને તેમનાં ગીતો એ પણ પ્રેક્ષકોને આકર્ષીત કર્યાં હતાં. સમગ્ર કાર્યક્રમનું સફળતા પૂર્વક સંચાલન યુવા એંકર મેઘા બારડ (રાજકોટ) દ્વારા કરવામાં આવેલ.આર. આર. ઈવેન્ટસ દ્વારા રજુ થયેલ આ કાર્યક્રમની સફળતામાં મારવાડી ગૃપ, હરીવંદના ગૃપ, જૈન યુવા ગૃપ-પ્રિમીયમ, જૈન યુવા ગૃપ જનીયર, હોટલ કે. કે., ગુજરાતી ટી.વી., ફુડ મોલ - લીમડી, ક્રેઝી બેવરીજીસનો સહયોગ સાંપડેલ હતો વિડીઓગ્રાફી તેમજ ફોટોગ્રાફી દેવર્ષી સ્ટુડીઓ દ્વારા કરવામાં આવેલ.આ નવા ગીતોના શાનદાર કાર્યક્રમ રોકબીટસને સફળ બનાવવા માટે આર. આર. ઈવેન્ટસ અને તેનાં યવા સંચાલક રાજ રાજાણી દ્વારા ખુબજ જહેમત અને મહેનત કરી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement