સોરઠીયા વાડી યુવક મંડળ દ્વારા જન્માષ્ટમી મહોત્સવ ભવ્યરીતે ઉજવાશે: મટકીફોડ સહિતના વિવિધ કાર્યક્રમો

13 August 2022 05:15 PM
Rajkot
  • સોરઠીયા વાડી યુવક મંડળ દ્વારા જન્માષ્ટમી મહોત્સવ ભવ્યરીતે ઉજવાશે: મટકીફોડ સહિતના વિવિધ કાર્યક્રમો

રાજકોટ,તા.13 : શહેરના સોરઠીયા વાડી યુવક મંડળ દ્વારા પ્રમુખ ભૂપતભાઈ બોદરના માર્ગદર્શન હેઠળ છેલ્લા ચાલીસ વર્ષોથી જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.જેમાં કૃષ્ણ જન્મોત્સવ અંતર્ગત મટકી ફોડ રાસલીલા સહીતના અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ બેનમુન આયોજનને રાજયના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી, કેશુભાઈ પટેલ, વિજયભાઈ રૂપાણી સહીતના અગ્રણીઓએ પણ મુલાકાત લીધેલ છે.અને આ સુંદર આયોજનની સરાહના કરી બીરદાવી છે. તથા જન્માષ્ટમી નિમિતે યોજાતી સુશોભન સ્પર્ધામાં અનેક વખત સોરઠીયા વાડી યુવક મંડળે ઈનામો જીત્યા છે.

સોરઠીયા વાડી યુવક મંડળ દ્વારા સોરઠીયા વાડી ચોક ખાતે આ વર્ષે પણ જન્માષ્ટમી અંતર્ગત ચોકને કૃષ્ણજન્મનો આકર્ષક ફલોટસ, ગોરીલા, નયનરમ્ય ડેકોરેશન અને રોશનીના ઝગમગાટથી સોરઠીયાવાડી ચોકને આબેહુબ ગોકુલનગરી બનાવવામાં આવશે.અને ગોકુળીયો માહોલ છવાશે તેમજ ગોકુલ આઠમના પર્વે મટકી ફોડ, રાસલીલા, ભકિતસભર સંગીત સાથે નંદ ઘેર આનંદ ભયોનાં નાદ સાથે કૃષ્ણ જન્મોત્સવની હર્સોલ્લાસ સાથે ભાવ અને ભકિતપૂર્ણ ઉજવણી કરવામાં આવશે.રાંધણ છઠ્ઠના પાવન પર્વે સોરઠીયા વાડી ચોક ખાતે કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા સોરઠીયા વાડી યુવક મંડળના પ્રમુખ ભૂપતભાઈ બોદરના માર્ગદર્શન હેઠળ આયોજન મંત્રી રમેશભાઈ સાકરીયા ઉપપ્રમુખ જુવાનસિંહ જાડેજા, સહમંત્રી વજુભાઈ ઠુંમર, ગોવિંદભાઈ પરસાણાલ પૂર્વ પ્રમુખ દાસભાઈ કાછડીયા, કાર્યકર્તા કમિટીના જીતુભાઈ કોટક, દીનેશભાઈ ચૌહાણ, જયેશભાઈ રામાણીલ જયુભા પરમાર, રસીકભાઈ ગડાધરા, હીતેશ મુંગલપરા, ભરત બોદર, કીશોર ડોબરીયા, મહેન્દ્ર વધાશીયા, મનસુખભાઈ (મુનરાઈઝ) ગોવિંદભાઈ શીયાણીલ જગદીશ હાપલીયા લલીત પરસાણા, બાબુભાઈ શંખાવરા સહીતના જહેમત ઉઠાવી રહ્યા છે.


Related News

Loading...
Advertisement
Advertisement