ભારત બનશે હિંદુ રાષ્ટ્ર : નવું બંધારણ તૈયાર કરવા સાધુ-સંતોની જાહેરાત

13 August 2022 05:17 PM
India
  • ભારત બનશે હિંદુ રાષ્ટ્ર : નવું બંધારણ તૈયાર કરવા સાધુ-સંતોની જાહેરાત

આગામી વર્ષે વારાણસીમાં યોજાનારી ધર્મસંસદમાં હિંદુ રાષ્ટ્રના નવા બંધારણની બ્લુપ્રિન્ટ રજૂ થશે : ફક્ત હિંદુઓને જ મતનો અધિકાર : અન્ય સમુદાયના લોકોને મત સિવાયના તમામ અધિકાર હશે : ચૂંટણી લડવાની ઉંમર 25 વર્ષ કરાશે

નવી દિલ્હી,તા.13
દેશને હિંદુ રાષ્ટ્ર બનાવવા માટે સાધુ અને સંતોએ હવે ખાસ કરીને નવું બંધારણ પણ લખવાની તૈયારી કરી લીધી છે. આગામી વર્ષે મળનારી ધર્મ સંસદમાં હિંદુ રાષ્ટ્રનું નવું બંધારણ રજૂ કરવામાં આવશે અને તેને અપનાવવા અંગેનો એક પ્રસ્તાવ પસાર કરવામાં આવશે. વારાણસી સ્થિત શંકરચાર્ય પરિસરના અધ્યક્ષ સ્વામી આનંદસ્વરુપે જાહેર કર્યું કે સામ્ભવી પીઠાધીશ્વરની અધ્યક્ષતામાં 30 લોકો દ્વારા આ હિંદુ રાષ્ટ્રનું નવું બંધારણ તૈયાર કરવાની પ્રક્રિયા શરુ થઇ છે જે 750 પાનાનું હશે.

જેના પર હવે વ્યાપક ચર્ચા શરુ થશે અને વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો ધાર્મિક અને અન્યો વિદ્વાનો સાથે ચર્ચા વિચારણા થશે અને અંતે 300 પાનાનું નવું સંવિધાન તૈયાર કરવામાં આવશે. તેઓએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 32 પાના તૈયાર કરી દેવામાં આવ્યા છે જેમાં શિક્ષા, રક્ષા, કાનૂન વ્યવસ્થા, મતદાન સહિતનાં વિષયો સામેલ કરવામાં આવ્યા છે અને તેમાં હવે દિલ્હી નહીં વારાણસી દેશની રાજધાની બનશે તથા કાશીમાં એક ધર્મસંસદ પણ બનાવાશે.

આ બંધારણની બ્લુપ્રિન્ટ તૈયાર કરનાર હિંદુ રાષ્ટ્ર નિર્માણ સમિતિના પ્રમુખ કમલેશ્ર્વર ઉપાધ્યાય, સુપ્રિમ કોર્ટના વરિષ્ઠ વકીલ બી.એન. રેડ્ડી, સુરક્ષા નિષ્ણાંત આનંદ પટવર્ધન, સનાતન ધર્મના વિદ્વાન ચંદ્રમણી મિશ્રા અને વિશ્વ હિન્દુ મહાસંઘના અધ્યક્ષ અજયસિંહ પણ બંધારણની પ્રક્રિયામાં સામેલ થશે. આ બંધારણના કવર પેજ પર અખંડ ભારતનો નકશો હશે અને એ દર્શાવાશે કે બાંગ્લાદેશ, પાકિસ્તાન, શ્રીલંકા, અફનાનિસ્તાન, મ્યાનમાર સહિતના દેશોને ભારતથી અલગ કરાયા છે.

પરંતુ એક દિવસ તે ભારતમાં જ વિલીન થઇ જશે. અને દેશમાં દરેક વર્ગના લોકોને રાષ્ટ્રમાં રહેવાની સુવિધા અને સુરક્ષા મળશે પરંતુ અન્ય ધર્મના લોકોને મતદાનનો અધિકાર નહીં હોય. જો કે તેમણે કહ્યું કે અમારા બંધારણ મુજબ મુસ્લીમ અને ઇસાઇ સમુદાયને મત દેવાનો અધિકાર નહીં અપાય તથા નાગરિકોના મતદાનનો અધિકાર 16 વર્ષ કરવામાં આવશે, 25 વર્ષની ઉમરથી ચૂંટણી લડી શકશે અને નવી ધર્મ સંસદમાં 543 સભ્યો હશે.


Related News

Loading...
Advertisement
Advertisement