મુંબઈમાં વધુ એક શિવસેના ભવન ઉભુ કરશે એકનાથ શિંદે

13 August 2022 05:21 PM
India
  • મુંબઈમાં વધુ એક શિવસેના ભવન ઉભુ કરશે એકનાથ શિંદે

બાગી નેતા દ્વારા હવે સમાંતર શિવસેના રચવાની તૈયારી

મુંબઈ,તા.13
મહારાષ્ટ્રમાં શિવસેના પર કોનો કબજો તે વિવાદ લાંબો ચાલશે તે નિશ્ર્ચિત છે. શિવસેનાના ચૂંટણી પ્રતિક ધનુષબાણ પર પણ હજુ ચૂંટણી પંચે કોઇ નિર્ણય આપ્યો નથી તથા ઉધ્ધવ ઠાકરે જૂથને જવાબ આપવા સમય આપ્યો છે તે વચ્ચે રાજ્યનાં મુખ્યમંત્રી અને બાગી નેતા એકનાથ શિંદેએ હવે દાદરમાં નવું શિવસેના ભવન ઉભુ કરવાની તૈયારી કરી છે.

હાલનાં વિખ્યાત શિવસેના પર ભવન પર ઉધ્ધવ ઠાકરે જૂથનો કબજો છે અને હવે શિંદે જૂથ તેની નજીક જ એક મોટુ શિવસેના ભવન અલગથી ઉભું કરશે.દાદર એ શિવસેના અને ઠાકરે પરિવાર સાથે લાગણીથી જોડાયેલો વિસ્તાર છે.

હાલનું જે શિવસેના ભવન છે તે ઠાકરે પરિવાર દ્વારા નિર્મિત કરાયુંહતું. આ ઉપરાંત રાજ ઠાકરેએ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની નજીક જ માતોશ્રી ટાવરમાં પોતાનું ભવન બનાવ્યું છે. અને હવે શિંદે જૂથ ત્રીજુ શિવસેના ભવન બનાવશે.


Related News

Loading...
Advertisement
Advertisement