આમિર ખાને દીકરી ઈરા સાથે ઘરની બાલકનીમાં તિરંગો લહેરાવ્યો

13 August 2022 05:24 PM
Entertainment India
  • આમિર ખાને દીકરી ઈરા સાથે ઘરની બાલકનીમાં તિરંગો લહેરાવ્યો

‘લાલસિંહ ચઢ્ઢા’ના બોયકોટ વચ્ચે..

મુંબઈ તા.13
આમિર ખાનની ફિલ્મ ‘લાલસિંહ ચઢ્ઢા’ રિલીજ થઈ ચૂકી છે. પરંતુ ફિલ્મની કથા અને આમિર ખાન સાથે સંકળાયેલા જૂના વિવાદોને લઈને ફિલ્મ વિરોધનો સામનો કરી રહી છે અને ફિલ્મને શરૂઆતમાં ધાર્યો આવકાર નથી મળ્યો દરમિયાન આમિર ખાન તેના દીકરી ઈરા સાથે પોતાના ઘરમાં તિરંગો લહેરાવતો નજરે પડયો હતો.

કેટલાક લોકો આમિરના રાષ્ટ્રપ્રેમ સામે શંકા કરી રહ્યા છે ત્યારે આમિરે પોતાના ઘરે તિરંગો લહેરાવીને બતાવ્યું હતું કે તે રાષ્ટ્રભકત છે. આમિરે પોતાના ઘરની બાલકની પર રાષ્ટ્રધ્વજ લગાવ્યો હતો. તે પોતાની પુત્રી ઈરા સાથે જોવા મળ્યો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement