અમરેલીના આહીર પરિવારને વલ્લભીપુર નજીક ગોઝારો અકસ્માત નડ્યો : એક જ પરિવારના ત્રણના કરૂણ મોત 

14 August 2022 03:12 PM
Bhavnagar Saurashtra
  • અમરેલીના આહીર પરિવારને વલ્લભીપુર નજીક ગોઝારો અકસ્માત નડ્યો : એક જ પરિવારના ત્રણના કરૂણ મોત 

પરિવાર કારમાં સુરતથી પરત અમરેલી આવી રહ્યો હતો ત્યારે કાળ બની આવેલા ટ્રકે કારને હડફેટે લીધી હતી : કારનો કચ્ચરઘાણ વળી ગયો

(વિપુલ હિરાણી દ્વારા)
ભાવનગર, તા.14
ભાવનગર જિલ્લાના વલ્લભીપુર નજીક કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક જ પરિવારના ત્રણના કરૂણ મોત નિપજ્યા છે. 

આ અકસ્માતની મળતી વિગતો મુજબ વલ્લભીપુર - રાજકોટ હાઇવે પર વલ્લભીપુર પાસે કાર અને ટ્રક વચ્ચે  અકસ્માત  સર્જાતા ત્રણના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજયા હતા. જ્યારે એકને ઈજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડેલ છે.

અમરેલીનો આહીર પરિવાર કાર લઈને સુરતથી અમરેલી વતન તરફ જતો હતો ત્યારે વલભીપુર નજીક પઆ ગોઝારો અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણના મોત નિપજ્યા છે. જેમાં જીલુભાઈ બાબલુંભાઈ ભૂવા ઉં.વ ૪૦, ગીતાબેન જીલુભાઇ ભૂવા ઉ.વ. ૩૮, અને શિવમ જીલુભાઈ ભૂવા ઉ.વ. ૧૫ નો સમાવેશ થાય છે. જ્યારે

શુભમ સામતભાઇ ભૂવા ઉ.વ. ૧૭ ને ઇજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયેલ છે. આ બનાવની જાણ થતાં વલભીપુર પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.

Related News

Loading...
Advertisement
Advertisement