સચિનથી લઈને કોહલી-રોહિતે આન-બાન-શાન સાથે ઉજવ્યો સ્વતંત્રતા દિવસ

16 August 2022 11:01 AM
India Sports
  • સચિનથી લઈને કોહલી-રોહિતે આન-બાન-શાન સાથે ઉજવ્યો સ્વતંત્રતા દિવસ

ક્રિકેટજગતના સીતારાઓએ તિરંગો લહેરાવીને લોકોને કરી અપીલ, દેશહિતમાં વધુને વધુ મહેનત કરવી આપણી ફરજ

નવીદિલ્હી, તા.16
ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર દેશભરમાં 76મા સ્વતંત્રતા દિવસની આન, બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. દેશના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ ઉપરાંત રમત જગતની અનેક મોટી હસ્તીઓએ પણ તમામ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી હતી. ક્રિકેટની દુનિયાના સીતારાઓએ પોતાના પરિવાર સાથે સ્વતંત્રતા દિવસ મનાવ્યો અને તસવીર શેયર કરીને શુભેચ્છા પાઠવી હતી. આ સાથે જ ખેલાડીઓએ દેશવાસીઓને કંઈને કંઈ મેસેજ પણ આપ્યો અને દેશહિતમાં તેમનું યોગદાન શ્રેષ્ઠ કરવા માટે અપીલ પણ કરી હતી.

સચિન તેંડુલકે પોતાના ઘર ઉપર ઝંડો લહેરાવતી તસવીર શેયર કરીને લખ્યું કે સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ. દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે અને આ વખતે સ્વતંત્રતા દિવસ આઝાદીના અમૃત મહોત્સવના રૂપમાં મનાવવામાં આવી રહ્યો છે. વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા સાથે ઝંડો લહેરાવતાં તસવીર શેયર કરીને લખ્યું કે 75 યશસ્વી વર્ષ, ભારતીય હોવા પર ગર્વ છે. તમામને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ...જય હિન્દ.

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ લખ્યું કે આઝાદીના 75 વર્ષ. સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ. ટીમ ઈન્ડિયાના ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ લખ્યું કે મારા સાથી ભારતીયોને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ. પૂર્વ ક્રિકેટર અને હાલ સાંસદ ગૌતમ ગંભીરે લખ્યું કે આ સ્વતંત્રતા દિવસ પર પ્રતિજ્ઞા લઈએ કે આપણે હંમેશા સાચી વસ્તુ કરશું પછી ભલે તેને કોઈ ન જોઈ રહ્યું હોય. આપણે સાચી જ વાત કહેશું ભલે કોઈ આપ ણી સાચી વાતનો વીડિયો રેકોર્ડ ન કરી રહ્યું હોય.

ભારતની મહિલા ટીમના પૂર્વ ખેલાડી મીતાલી રાજે લખ્યું કે આપણો ઝંડો આપણું ગૌરવ છે. ઉંચાઈમાં ઉડી રહેલો તીરંગો એક એવો નજારો છે કે જે દરેક ભારતીયનું દિલ આનંદથી ભરી દે છે. તેણે ઝંડા સાથે બીજું ટવીટ કરતાં લખ્યું કે ભારત માટે રમવું એક સ્વપ્ન હતું અને દેશ માટે પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાની જવાબદારી પણ હતી. આ એક એવી ગર્વથી ભરપૂર ભાવના છે જે મને હંમેશા યાદ રહેશે. જ્યારે અમારો દેશ આઝાદીના 75 વર્ષ પૂરા કરી રહ્યો છે તો આપણને નવી ઉંચાઈઓ મેળવવા માટે વધુ મહેનત કરવાની જરૂર છે. શિખર ધવને પણ દેશવાસીઓને શુભકામના પાઠવી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement