ડિઝિટલ કરન્સીમાં લાલચોળ તેજી: બે મહિના બાદ બિટકોઈન 25000 ડોલરને પાર

16 August 2022 11:26 AM
Business India
  • ડિઝિટલ કરન્સીમાં લાલચોળ તેજી: બે મહિના બાદ બિટકોઈન 25000 ડોલરને પાર

ઈથર, શીબા ઈનુ સહિતની કરન્સીના ભાવમાં પણ ઉછાળો

નવીદિલ્હી, તા.16
બિટકોઈનની કિંમતોમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. 13 જૂન બાદ પહેલીવાર એવું બન્યું છે જ્યારે બિટકોઈન 25000 ડોલરને પાર ગયો છે. દુનિયાની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ડિઝિટલ કરન્સી બિટકોઈન 1%ના ઉછાળા સાતે 25,200 ડોલરે પહોંચી હતી. કોઈનગેકોના જણાવ્યા પ્રમાણે ગ્લોબલ ક્રિપ્ટો માર્કેટ કેપ એક ટ્રિલિયન ડોલરની ઉપર રહ્યું છે. પાછલા 24 કલાકમાં ગ્લોબલ ક્રિપ્ટો માર્કેટ 1.23 ટ્રિલિયન ડોલરના નિશાન પર રહ્યું હતું.

દુનિયાની બીજી સૌથી મોટી અને લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી એથરેયિમ બ્લોકચેનની ઈથર 1%ના ઉછાળા સાથે 2004 ડોલર પર પહોંચી હતી. 31 મે બાદ ઈથર પહેલીવાર 2000 ડોલરને પાર ગઈ છે. જ્યારે ડૉગકોઈનની કિંમત 10%ના ઉછાળા સાથે 0.08 ડોલર અને શીબા ઈનુ પણ 34%ના ઉછાળા સાથે 0.000017 ડૉલર પર પહોંચી છે.

બીજી અનેક ડિઝિટલ ક્રિપ્ટોકરન્સીનું પ્રદર્શન મણ મિશ્ર રહ્યું છે. એક બાજુ જ્યાં પાછલા 24 કલાકમાં એક્સઆરપી, બીએનબી, લિટકોઈન, ટીથર, પૉલીગોનની કિંમતોમાં વધારો થયો છે તો બીજી બાજુ યુનિસ્વૈપ, પૉલકાડૉટ, ચેનલિન્કની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

ક્રિપ્ટો માર્કેટ મે અને જૂનના મહિનામાં કડાકાનો શિકાર થઈ રહી છે. દુનિયાભરમાં વધી રહેલી મોંઘવારી અને અમેરિકાના ફેડરલ રિઝર્વના વ્યાજદરોમાં વધારાને કારણે રોકાણકારો અચકાવી રહ્યા છે. આ ડરને કારણે અમુક ક્રિપ્ટોકરન્સી લેન્ડરે પોતાના ગ્રાહકોને ડિઝિટલ કરન્સી કાઢતાં રોકી દીધા હતા પરંતુ જૂલાઈ મહિનામાં કિંમતોમાં વધારો થવા લાગ્યો હતો. જૂલાઈ મહિનામાં બિટકૉઈન 17%ના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement