હવે આપ માત્ર ચહેરો દેખાડીને એરપોર્ટમાં કરી શકશો એન્ટ્રી: નવી ડીજી એપ લોન્ચ

16 August 2022 11:41 AM
India Politics
  • હવે આપ માત્ર ચહેરો દેખાડીને એરપોર્ટમાં કરી શકશો એન્ટ્રી: નવી ડીજી એપ લોન્ચ

આ એપથી એરપોર્ટ પર સુરક્ષા પહેલાથી વધુ મજબૂત બનશે અને ઓછા સમયમાં વધુ યાત્રીઓની તપાસ થઈ શકશે

નવી દિલ્હી તા.16
હવે યાત્રી માત્ર ચહેરો દેખાડીને એરપોર્ટમાં કરી શકશે એન્ટ્રી. કેન્દ્ર સરકારના ડીજીયાત્રા અંતર્ગત પેપરલેસ ઘરેલુ વિમાન યાત્રાની શરુઆત થઈ ગઈ છે. 75માં સ્વતંત્રતા દિવસના પર્વે દિલ્હી અને બેંગ્લુરુ એરપોર્ટ પર ડિજીયાત્રા એપનું બીટાવર્ઝન લોન્ચ કરવામાં આવ્યું છે.

જેના માધ્યમથી યાત્રીના ચહેરાની ઓળખથી જ એરપોર્ટ પર એન્ટ્રી મળી જશે, એન્ડ્રોઈડ ફોનનો ઉપયોગ કરનારાઓ માટે આ એપ ગુગલ પ્લે સ્ટોરમાં મોજૂદ છે. તેનું આઈઓએસ વર્ઝન પણ ટુંક સમયમાં ઉપલબ્ધ થશે.

આ સુવિધાથી એરપાર્ટ પર અગાઉથી વધુ મજબૂત સુરક્ષા વ્યવસ્થા થશે. વધુ યાત્રીઓની ઓછા સમયમાં તપાસ થઈ શકશે. દિલ્હી એરપોર્ટ પર 20 હજાર યાત્રીઓ પર તેની ટ્રાયલ કર્યા બાદ 15 ઓગષ્ટથી ટી-3થી ડીજી યાત્રા સીસ્ટમ શરૂ થઈ છે.


Related News

Loading...
Advertisement
Advertisement