કષ્ટભંજન હનુમાનજી મહારાજને તિરંગાનો શણગાર

16 August 2022 12:31 PM
Botad
  • કષ્ટભંજન હનુમાનજી મહારાજને તિરંગાનો શણગાર
  • કષ્ટભંજન હનુમાનજી મહારાજને તિરંગાનો શણગાર

સ્વામીનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્ર્વ વિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આઝાદી કા અમૃત મહોત્સવની શરુઆત સ્વરુપે ભારત સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તા. 15-8ને સોમવારનાં રોજ પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની શુભ પ્રેરણાથી એવં કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી એવં પૂજારી સ્વામીની અથાગ મહેનતથી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને તિરંગાનો દિવ્ય શણગાર કરી આરતી પૂજારી સ્વામી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવેલ. મંદિરના પટાંગણમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયેલ. ત્યારબાદ સ્વામીજી દ્વારા પ્રસાદીભૂત શ્રી નિલકંઠ મહાદેવજી મંદિરમાં પૂજન-અભિષેક-આરતી કરવામાં આવેલ. ભક્તોએ ઓનલાઇન તથા પ્રત્યક્ષ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.અને પવિત્ર શ્રાવણ માસ નિમિતે વિશ્ર્વ શાંતિ હનુમાન ચાલીસા અને હનુમંત મંત્ર પવિત્ર બ્રાહ્મણો દ્વારા યજ્ઞ-પૂજા પાઠ તેમજ દિવ્ય સત્સંગ કરવામાં આવે છે.


Loading...
Advertisement
Advertisement