દેશભરમાં ‘લાલસિંહ ચઢ્ઢા’ અને ‘રક્ષાબંધન’ના ધડધડ કેન્શલ થતા શો: સિનેમા માલિકો મુંઝાયા

16 August 2022 02:24 PM
Entertainment India Top News
  • દેશભરમાં ‘લાલસિંહ ચઢ્ઢા’ અને ‘રક્ષાબંધન’ના ધડધડ કેન્શલ થતા શો: સિનેમા માલિકો મુંઝાયા

◙ ખાલી સ્ક્રીનો પર ‘જુગ જુગ જિયો’ની ફરી રજૂઆત

◙ આખરે જનતા શું માંગે છે તે સમજાતું નથી: મનોજ દેસાઈ

મુંબઈ: રજાઓ અને તહેવારોમાં બોલીવુડના સુપર સ્ટાર આમીરખાનની ‘લાલસિંહ ચઢ્ઢા’ અને અક્ષયકુમારની ‘રક્ષાબંધન’ ફિલ્મોને પ્રેક્ષકો નથી મળી રહ્યા, જેના કારણે દેશભરમાં શો કેન્સલ થઈ રહ્યા છે. જેના કારણે ડીસ્ટ્રીબ્યુટર અને થિયેટર ચેન માલિકોને ભારે નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે.

દરમિયાન સિનેમા માલિકોએ ખાલી પડેલા સ્ક્રીન પર કરણ જોહરનો ફેમિલી ડ્રામા ‘જુગ જુગ જિયો’ના શો શરૂ કરવા પડયા છે. કરણ જોહરે રવિવારે જ જાહેરાત કરી હતી કે ‘જુગ જુગ જિયો’ બીજીવાર રિલીઝ કરવામાં આવી રહી છે. આ ફિલ્મ જૂનમાં રિલીઝ થઈ હતી અને ઓટીટી પ્લેટફોર્મ પર પણ પ્રસારીત થઈ ચૂકી છે.

‘લાલસિંહ ચઢ્ઢા’ના લગભગ 1300 શો કરવામાં આવ્યા હતા, જયારે ‘રક્ષાબંધન’ના 1000 શો ઘટી ગયા હતા. મરાઠા મંદિરના કાર્યકારી ડિરેકટર મનોજ દેસાઈએ જણાવ્યું હતું કે કોઈ સુધારો નથી આવ્યો.

જનતા શું ઈચ્છે છે તે મને સમજાતું નથી. બન્ને ફિલ્મો અલગ અલગ ઝોનરની છે. અલગ અલગ દર્શકોને આકર્ષે છે. આ બન્ને ફિલ્મોમાં સુપરસ્ટાર્સ છે તેમ છતાં લોકો તેમની ફિલ્મ જોવા નથી આવતા.


Related News

Loading...
Advertisement
Advertisement