નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો : 23 દરવાજા ખોલાયા

16 August 2022 03:14 PM
Vadodara Gujarat
  • નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો : 23 દરવાજા ખોલાયા

♦ મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે ગુજરાતના જીવાદોરી સમાન વિશાળ ડેમ છલકાઈ જશે

♦ ઉકાઇ ડેમમાં પણ ઉપરવાસના વરસાદને કારણે પાણીની ભારે આવક : 15 દરવાજા ખોલવાની ફરજ પડી

વડોદરા,તા. 16
મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે નર્મદા નદી પરના ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતા નર્મદાનું પાણી ગુજરાતમાં સરદાર સરોવર ડેમ સુધી પહોંચી જતા નર્મદા ડેમનાં 23 દરવાજા ખોલી નાખવા પડ્યા છે. ઉપરવાસના વરસાદને કારણે સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે.

હાલ આ સપાટી 135.29 મીટરે પહોંચી છે. ડેમમાં 201961 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે અને હજુ પણ ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ છે. રીવરબેડમાં પાવર હાઉસના છ ટર્બાઇલ શરુ કરી દેવામાં આવ્યા છે અને નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નિચાણવાળા વિસ્તારમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

બીજી તરફ ઉકાઇ ડેમમાં ઉપરવાસના વરસાદને કારણે 15 દરવાજા છ ફૂટ સુધી ખોલવાની ફરજ પડી છે. ઉકાઇ ડેમની સપાટી 335.54 ફૂટે પહોંચી છે.


Related News

Loading...
Advertisement
Advertisement