બોલિવુડના સિંગર-કમ્પોઝર રાહુલ જૈન સામે દુષ્કર્મના આક્ષેપથી ચકચાર

16 August 2022 03:57 PM
Entertainment India
  • બોલિવુડના સિંગર-કમ્પોઝર રાહુલ જૈન સામે દુષ્કર્મના આક્ષેપથી ચકચાર

કોસ્ચ્યુમ ડિઝાઈનર મહિલાએ લગાવ્યા આરોપો : આક્ષેપો પાયા વગરના, ઓળખતો પણ નથી : જૈન

મુંબઈ,તા.16
બોલિવુડનાં સિંગર અને કમ્પોઝર રાહુલ જૈન સામે એક કોસ્ચ્યુમ ડિઝાઈનરે ઓશિવીરા પોલીસ સ્ટેશને દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે, ફરિયાદ મુજબ રાહુલ જૈને તેને કામ આપવાના બહાને ફલેટ પર બોલાવી હતી અને દુષ્કર્મ આચર્યું હતું, સામે પક્ષે રાહુલ જૈને આ આરોપોને પાયાવિહોણા અને ખોટા જણાવ્યા છે. તેણે કહ્યું હતું કે આ પ્રકારના આરોપો પહેલા પણ મુકવામાં આવ્યા હતા.

ફરિયાદી મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, 11મી ઓગસ્ટે રાહુલે પોતાના ફલેટ પર તેને બોલાવી હતી અને સામાન બતાવવાના બહાને બેડરુમમાં લઇ ગયો હતો અને રોકવાનો પ્રયાસ છતાં રાહુલ જૈને દુષ્કર્મ આચર્યું હતું.

મહિલાએ રાહુલ સામે પુરાવા રદ કરવાનો પણ આરોપ મુક્યો હતો. પોલીસે મહિલાની ફરિયાદ પરથી ગુનો દાખલ કર્યો છે પણ હજુ સુધી તેની ધરપકડ નથી કરી. રાહુલ જૈન કહે છે કે તમામ આરોપો પાયાવિહોણા છે, હું તે મહિલાને ઓળખતો પણ નથી.


Related News

Loading...
Advertisement
Advertisement