શેરબજારમાં એકધારી તેજી : સેન્સેકસ 400 પોઈન્ટ ઉંચકાયો : LIC 700ને પાર

16 August 2022 04:48 PM
Business India
  • શેરબજારમાં એકધારી તેજી : સેન્સેકસ 400 પોઈન્ટ ઉંચકાયો : LIC  700ને પાર

ઓટો, એફએમસીજી શેરો ઉંચકાયા : ઝોમેટો જેવી સ્ક્રીપોમાં પણ આકર્ષણ

રાજકોટ, તા. 16
શેરબજારમાં આજે ત્રણ દિવસના મીની વેકેશન બાદ તેજીનો દૌર આગળ ધપ્યો હતો અને સેન્સેકસમાં 400 પોઇન્ટનો ઉછાળો નોંધાવા સાથે તે 60000ની નજીક પહોંચ્યો હતો.

શેરબજારમાં આજે શરૂઆત જ ગેપઅપ રહી હતી. વિશ્વ બજારોની તેજી ડોલર સામે રૂપિયાની મજબુતાઇ વિદેશી નાણા સંસ્થાઓની લેવાલી, મોંઘવારી નીચી આવવાની શકયતા જેવા કારણોથી તેજી આગળ ધપી રહી હતી. વિદેશી નાણા સંસ્થાઓએ આજે પણ મોટા પ્રમાણમાં ખરીદી કરી હોવાના સંકેત સાંપડયા હતા.

સાર્વત્રિક સારા વરસાદથી કૃષિ સિઝન બમ્પર રહેવાનો આશાવાદ પણ તેજી માટે કારણરૂપ રહ્યો હતો. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે માર્કેટનું માનસ બદલાઇ ગયું હોવાથી રીટેલ ઇન્વેસ્ટરોની પણ મોટી ખરીદી આવી રહી છે અને આવતા દિવસોમાં માર્કેટ નવી ઉંચાઇના માર્ગે આગળ દોડે તેવી શકયતા નકારાતી નથી.

શેરબજારમાં આજે ટાઇટન, એશિયન પેઇન્ટસ, એકસીસ બેંક, બજાજ ફિન્સ સર્વિસ, એચડીએફસી, હિન્દ લીવર, એચડીએફસી બેંક, મહિન્દ્ર, મારૂતિ, નેસલે, રિલાયન્સ, અદાણી પોર્ટ, આઇસર મોટર્સ, ઝોમેટો વગેરે ઉંચકાયા હતા. એલઆઇસીનો ભાવ 700ને પાર કરી ગયો હતો. તેજી બજારએ પણ સ્ટેટ બેંક, ટીસીએસ, ગ્રાસીમ, હિન્દાલકો, ભારતી એરટેલ, જેએસડબલ્યુ સ્ટીલ વગેરે નબળા હતા.

મુંબઇ શેરબજારનો સેન્સેકસ 400 પોઇન્ટના ઉછાળાથી 59560 સાંપડયો હતો જે ઉંચામાં 59923 તથા નીચામાં 59673 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 110 પોઇન્ટના ઉછાળાથી 17807 હતો જે ઉંચામાં 17839 તથા નીચામાં 17764 હતો.


Related News

Loading...
Advertisement
Advertisement