લોકમેળા પૂર્વે જ સીઝનલ રોગચાળો બેકાબુ : ડેંગ્યુના વધુ 4 કેસ

16 August 2022 04:48 PM
Rajkot Health
  • લોકમેળા પૂર્વે જ સીઝનલ રોગચાળો બેકાબુ : ડેંગ્યુના વધુ 4 કેસ

રાજકોટમાં સતત દોઢ મહિનાથી ચોમાસુ માહોલ વચ્ચે શરદી-ઉધરસ-તાવના ઢગલો કેસ : અઠવાડિયાનો સત્તાવાર આંક પ37 : વરસાદમાં મચ્છરોનો ઉપદ્રવ-260ને નોટીસ

રાજકોટ, તા. 16
રાજકોટ શહેરમાં સતત દોઢ મહિનાથી ચોમાસુ માહોલ હોય, મિશ્ર ઋતુના કારણે ડેંગ્યુ અને મેલેરીયાના કેસ વધી રહ્યા છે. આ મચ્છરજન્ય રોગચાળાના દર્દી સરકારી ચોપડે ભલે ઓછા હોય, પરંતુ ખાનગી દવાખાનાઓમાં વાયરલ ઇન્ફેકશનના દર્દીઓની સંખ્યા વધુ વધી ગઇ છે. મેળાના પ્રારંભ પૂર્વે આવા રોગચાળાથી બચવા અને ખાસ કરીને રજાઓમાં બહારના ખાનપાન તકેદારીથી આરોગવા આરોગ્ય વિભાગે જાહેર અપીલ કરી છે.

છેલ્લા અઠવાડિયામાં એટલે કે તા. 8 ઓગષ્ટથી 14 ઓગષ્ટ દરમ્યાન મેલેરીયા અને ચીકનગુનીયાના કોઇ નવા દર્દી નોંધાયા નથી. પરંતુ ડેંગ્યુના 4 કેસ આવતા વર્ષમાં કુલ 40 દર્દીઓની નોંધ સત્તાવાર રીતે થઇ છે. સાથે જ રજાના દિવસોમાં બહારની ખાણીપીણી, મીઠાઇના સેવન, ફરાળ સહિતની વાનગીના ઉપભોગથી ખોરાક જન્ય દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. આ દિવસોમાં શરદી, ઉધરસના 336, સામાન્ય તાવના 103 અને ઝાડા-ઉલ્ટીના 98 મળી કુલ પ37 દર્દી નોંધાયા છે. છતાં ખાનગી દવાખાનાઓમાં આ આંકડો વધુ હોવાના દ્રશ્યો છે.

દિવસમાં અનેક વખત વરસાદી ઝાપટા પડવાનું ચાલુ છે. જેથી રસ્તાથી માંડી ફળીયા કે અગાસી સુકાતા નથી. આવા વાતાવરણમાં મચ્છરોનો ઉપદ્રવ ખુબ વધ્યો છે. જેથી મચ્છરજન્ય રોગચાળો રોકવા મેલેરીયા શાખા દોડાદોડી કરી રહી છે. અઠવાડિયામાં 25,265 ઘરોમાં પોરાનાશક અને 1156 ઘરોમાં ફોગીંગ કામગીરી કરવામાં આવી છે.

જે વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ વધુ છે અને સઘન કામગીરી કરવામાં આવી છે તેમાં સેલેનીયમ સીટી માઘા5ર પોસ્ટ ઓફિસ સામેનો વિસ્તાર, કરણ5રા, બાબરીયા આવાસ યોજના, રૈયાઘાર કિષ્ણાહેવન થી રામાપીર ચોકડી, નાણાવટી ચોક, સાઘુવાસવાણી રોડ, ચિત્રકુટઘામ સોસા., વેલનાથ5રા, જયજવાન જયકિશાન, સદગુરૂ રણછોડનગર, સર્વેશ્વર ચોક (યાજ્ઞિક રોડ), સખીયાનગર, ભોમેશ્વરવાડી, પ્રમુખ સ્વામી સભાગૃહ થી રૈયા રોડ, ગુરૂજી આવાસ યોજના થી સાઘુવાસવાણી રોડ થી યુનિ. રોડ, આકાશવાણી ચોક થી એસ.કે. ચોક, મવડી પોલીસ લાઇન પાસેનો વિસ્તાર, જીવરાજપાર્ક, અંબિકા ટાઉનશી5, મહાત્માગાંઘી ચોક થી રૈયાસર્કલ પાસેથી, બીગબજાર સર્કલ પાસેથી 150 ફુટ રીંગ રોડ, કે. કે. વી. સર્કલ થી ટેલીફોન સર્કલ થી રૈયા સર્કલ પાસે, નીલકંઠ પાર્ક, દેવ5રા 80 ફુટ રોડ, સદગુરૂ રણછોડનગર, શીવસૃષ્ટિ પાર્ક વગેરે વિસ્તારોનો સમાવેશ થાય છે.

મચ્છરનો ફેલાવો રોકવા અઢીસો જેટલી જગ્યાઓ પર સઘન ચેકીંગ કામગીરી કરવામાં આવી હતી જેમાં રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ સબબ 260 આસામીને નોટીસ આપવામાં આવેલ છે. આરોગ્ય વિભાગે ડેંગ્યુ, મેલેરીયા જેવા રોગથી બચવા અગાસી, બાલ્કની, ગાર્ડન, કુંડા વગેરે જગ્યાએથી પાણીનો નિકાલ સતત કરવા લોકોને અપીલ કરી છે. પક્ષીકુંજ, પાણીની કુંડાથી માંડી ભંગાર, ટાયરમાંથી પાણીનો નિકાલ કરવા અને ઘર આજુબાજુ જમા થયેલા પાણીમાં બળેલુ ઓઇલ નાખતા રહેવા પણ અનુરોધ કર્યો છે.

પ્રેમમંદિર પાસે વૃક્ષ પડયું
આજી-1ની સપાટી 21.10 ફુટ, ન્યારીની ર1.86 ફુટ
રાજકોટ, તા. 16
ગઇકાલ તા. 15ના રોજ વરસાદ વચ્ચે એક વૃક્ષ પડયાની ફરિયાદ ફાયર બ્રિગેડને મળી હતી. પ્રેમ મંદિર પાછળ રાજારામ મોહનરાય સ્કુલ પાસે વૃક્ષ પડયું હતું. જેનો તંત્રએ નિકાલ કરાવ્યો હતો.
હાલ ન્યારી-1ની સપાટી ર1.86 ફુટ (77ર એમસીએફટી) અને આજી-1 ડેમની સપાટી ર1.10 ફુટ (473 એમસીએફટી) હોવાનું મનપાએ જણાવ્યું છે.


Related News

Loading...
Advertisement
Advertisement